Gujarati News

Gujarati News

News of Thursday, 4th July 2019

જૂનાગઢમાં જ્ઞાતિના ભેદભાવ વગર વિદ્યાર્થીઓનું બહુમાન : સિલાઇ મશીનો પણ અપાયા

આધાર ચેરીટેબલ ટ્રસ્ટ - લેઉઆ મહિલા મંડળનું આયોજન

જૂનાગઢ તા.૪ : જૂનાગઢ શહેરમાં આધાર ચેરી. ટ્રસ્ટ અને જૂનાગઢ જિલ્લા લેઉવા પટેલ મહિલા મંડળ દ્વારા તાજેતરમાં સર્વજ્ઞાતિય તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ તથા છ જરૂરિયાતમંદ બહેનોને સિલાઇ મશીન અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આગેવાનોએ હાજર રહીને બંને સંસ્થાઓની પ્રવૃતિને બિરદાવી હતી.

આ કાર્યક્રમમાં અભ્યાસમાં ઉત્કૃષ્ઠ દેખાવ કરનાર ૪૦૦ જેટલા સર્વજ્ઞાતિય વિદ્યાર્થીઓનું દાતાઓના સહયોગથી પુરસ્કાર આપીને સન્માન કરાયુ હતુ. તેમજ દાતા ગં.સ્વ.જયાબેન ગોકળભાઇ વઘાસીયા, સમુહલગ્ન પ્રણેતા હરસુખભાઇ વઘાસિયા અને જૂનાગઢ જિલ્લા લેઉવા પટેલ મહિલા મંડળ પ્રમુખ પ્રીતીબેન બી.વઘાસિયા દ્વારા છ બહેનોને સિલાઇ મશીન અર્પણ કરાયા હતા. તેમણે જણાવ્યુ હતુ કે, કર્મ થકી જ મનુષ્ય મહાન બને છે. અત્યારે જરૂરીયાતમંદ બહેનોને આપવામાં આવતા સિલાઇ મશીન દ્વારા ઉપકાર કરવામાં આવતો નથી, પરંતુ એક બીજાને મદદરૂપ બનવાની ભાવના છે. આ સિલાઇ મશીન થકી બહેનો પોતાના પરિવાર અને સમાજનો ઉત્કર્ષ કરે તેવો આશય છે. બહેનો સિલાઇ મશીનમાંથી રોજગારી મેળવી બાળકોમાં સંસ્કારો અને શિક્ષણનું સિંચન કરે તેવી ભાવના સાથે સિલાઇ મશીન અર્પણ કરાયા છે.

આ પ્રસંગે હાજર જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઇ પટેલ સહિતના આગેવાનોએ સંસ્થાઓની સેવાકીય પ્રવૃતિને બિરદાવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા આધાર ચેરી. ટ્રસ્ટના રવિ રૈયાણી, બંસીલ પાઘડાર, વિઠ્ઠલ રીબડીયા, વિશ્વજીત સાકરીયા વગેરેએ જહેમત ઉઠાવી હતી.

(11:51 am IST)