Gujarati News

Gujarati News

News of Thursday, 4th July 2019

સુરેન્દ્રનગર BSNLની સુવિધાઓ અત્યંત ખાડે : ગ્રાહકો પરેશાન

વઢવાણ, તા. ૪ : ત્યારે સમગ્ર દેશમાં bsnl વિભાગ હાલ વધુ ને વધુ ચર્ચા માં રહો છે.ત્યારે ગુજરાત માં પણ bsnl ની સેવાઓ અત્યંત ખાડે ગઈ છે.નેટસ્પીડ અને અનેક bsnl ગ્રાહકો ને bsnl ની સેવા સામે સમસ્યાઓ નો સામનો કરવો પડી રહો છે.ત્યારે ટેલીફોન વિભાગ માં પણ સમગ્ર ગુજરાત માં ચાલતા રીપેરીંગ વહાણો મોટા ભાગ ના બન્ધ વિભાગ દ્વારા કરવામાં આવ્યા છે.

ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા માં પણ રીપેરીંગ માટે દોડતી 3 ગાડીઓ બન્ધ કરતા bsnl ના ગ્રાહકો માં રોસ ફેલાયો છે.ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા ના ચોમાસા દરમિયાન વાયરિંગ તૂટવા ના કારણે અને અનેક સમસ્યાઓ ના કારણે જિલ્લા ના લાખો ટેલીફોન મૂંગા બનશે.

ત્યારે આ બાબતે કર્મચારીઓ પણ ગ્રહકો ના કેસો સાંભળી ને ઉકેલ લાવવા માં અસમર્થ નીવડે છે.ત્યારે કર્મચારીઓ આ બાબતે ગ્રહકો ને જવાબ દઈ ને કંટાળ્યા છે.ત્યારે આગામી સમય  માં bsnl વિભાગ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા માં ફરી ટેલીફોન વિભાગ ની રીપેરીંગ ગાડીઓ શરૂ કરવા માંગ ઉઠી છે.

(11:36 am IST)