Gujarati News

Gujarati News

News of Wednesday, 4th July 2018

૪ મહિનાથી પગાર ન મળતા ખંભાળીયા તાલુકાના મધ્યાહન ભોજન યોજનાના ર૦૪ સંચાલકોની હડતાલઃ બાળકોને બપોરના ભોજન બંધ

ખંભાળીયા તા.૪ : તાલુકાના મધ્યાહન ભોજન યોજનાના ર૦૪ કેન્દ્ર સંચાલકોને સતત ચાર માસ થયા પગાર ના મળતા સંગઠન દ્વારા હડતાલ શરૂ કરવામાં આવતા તાલુકા ભરના મ.તો.યો.ના. કેન્દ્રો બંધ થઇ જતા બાળકોને બપોરના ભોજન મળતા બંધ થયા છ.ે

ટ્રેઝેરીમાં મ.તો.યો.ના બીલો અટકાતા આ પગાર ના થયાનું કહેવાય છે. આ અંગે એમ પણ ચર્ચાઇ રહ્યું છે કે અગાઉ ખંભાળીયા તાલુકા મામલતદારને ટ્રેઝરી અધિકારી સાથે મતભેદ થયા હોય તથા સામસામી રજુઆતો ફરીયાદો થવાથી બે અધિકારીઓની વચ્ચે મ.તો.યો.ના બીલો અટવાયા છે.!!

ટ્રેઝરી જિલ્લા અધિકારીએ જણાવ્યું કે સરકારમાં જોગવાઇ મુજબના બીલો રજુ કરીને નિયંત્રણ અધિકારીની સહી સાથે અગાઉના બીલો બાકી નથી તેવુ પ્રમાણપત્ર આપીને બીલો રજુ કરવા જોઇએ તે પ્રમાણે થયું નથી હાલ દેવભુમિ જિલ્લાના યોગ્ય મામલતદારોએ બીલો તેના નિયંત્રણ અધિકારીના સહી ટીમાકંસ સાથેના મોકલ્યા હોય તમામના બીલો બાકી છે. મામલતદાર કચેરી દ્વારા નિયમ મુજબના બીલો બનાવીને મોકલાય તો તુરંતજ મંજુર થાય કેમ કે હવે સંપૂર્ણ ટ્રેઝરી ઓનલાઇન છે જેથી ખોટા બીલ તુરંતજ રીજેકટ થઇ જાય છે આ બીલ પેશગીરૂપે રજુ કર્યા છે તેથી બીલો મંજુર થયા નથી.

(3:47 pm IST)