Gujarati News

Gujarati News

News of Wednesday, 4th July 2018

જુનાગઢના બગડુ ગામે દૂધમાં ભેળસેળનું કૌભાંડ પકડાયું

બિયરના ટીન પણ મળતા મેનેજર રાજુ બંધીયાની ધરપકડઃ એસ.ઓ.જી.ના પી.આઇ. જે.એમ.વાળાનો દરોડો

જુનાગઢના બગડુ ગામે બાલાજી ડેરીમાં આજે બપોરે એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પી.આઇ. જે.એમ. વાળા તથા પી.એસ.આઇ. એ.પી.ડોડીયા સહિતના સ્ટાફે દરોડો પાડી દૂધમાં ભેળસેેળનું કોૈભાંડ ઝડપી લીધુ હતું મિલ્ક પાવડર અને તેલ સહિતની સામગ્રી કબજે કરી ફુુડ વિભાગને જાણ કરાઇ હતી. દૂધની ડેરીમાંથી બિયરના ટીન મળી આવતા મેનેજર રાજુ પરબત બંધીયા રે. આણંદપુરની ધરપકડ કરાઇ હતી. ફુડ વિભાગનો રીપોર્ટ આવ્યા બાદ મેનેજર રાજુ તથા ડેરીના સંચાલક જયેશ કેશુભાઇ જાદવ રે.આણંદપુર સામે ગુન્હો દાખલ કરાશે.

(3:46 pm IST)