Gujarati News

Gujarati News

News of Wednesday, 4th July 2018

મુંદરાના વાધુરા ગામે ૧૧ વર્ષની બાળા ઉપર દુષ્કર્મ આચરનાર બાવાજી પ્રૌઢ ઝડપાયો

ભુજ, તા.૪ :. ઉંમર અને ધાર્મિક સ્થાન ની આમન્યા ભૂલીને પ્રૌઢ સરકારી કર્મચારીએ ૧૧ વર્ષની બાળા સાથે આચરેલા દુષ્કર્મ સામે લોકો ફીટકાર વરસાવી રહ્યા છે. મુંદરા તાલુકાના વાદ્યુરા ગામે આર એન્ડ બી ના કર્મચારી એવા ૫૪ વર્ષીય બાવાજી પ્રૌઢે  બાળા ને પોતાની હવસનો શિકાર બનાવીને દુષ્કર્મ આચર્યું હતું. નવીનગર રામગર ગુંસાઈને નગ્ન હાલતમાં કપડાં પહેરેલી ૧૧ વર્ષની બાળા સાથે મંદિરમાં જોઈ ગયેલા સફાઈ કામદારે મોબાઈલમાં કલીપ ઉતારી લીધી હતી. પછી આ કલીપ બાળકીના પિતાને બતાવતા આ કિસ્સો બહાર આવ્યો અને હવે પોલીસ દફતરે પહોંચ્યો છે. મુંદરા પોલીસે આ પ્રકરણમાં બાવાજી શખ્સની ધરપકડ કરી છે.

(3:44 pm IST)