Gujarati News

Gujarati News

News of Wednesday, 4th July 2018

રબારી સમાજનાં શિક્ષણ ભવન માટે ચોટીલામાં ૪ તાલુકાની બેઠકઃ ૧૫ લાખનાં દાનની સરવાણી

ચોટીલા, તા.૪:  રાયકા એજયુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ સૌરાષ્ટ્ર કચ્છ દ્વારા રબારી સમાજનાં વિદ્યાર્થીઓ માટે રાજકોટમાં વિશાળ હોસ્ટેલનું ભગીરથ કાર્ય હાથ ધરવામાં આવેલ છે જેના આયોજનના ભાગ રૂપે થાન, ચોટીલા, મુળી અને સાયલાનાં સમાજનાં આગેવાનોની બેઠક સમાજની ધર્મશાળા ચોટીલા ખાતે યોજાયેલ જેમાં ૧૫ લાખ થી વધુનું દાન જાહેર થયેલ છે

ચોટીલા ખાતે બેઠકમાં રેકટ સૌરાષ્ટ્ર કચ્છના આગેવાનો મેમ્બર્સોએ સાથે ત્રણેય તાલુકાનાં સામાજીક અને રાજકિય આગેવાનો સાથે વિવિધ વિભાગોમા ફરજ બજાવતા રબારી સમાજનાં સરકારી અધિકારીઓ, કર્મચારીઓ અને સમાજનાં લોકો ઉપસ્થિત રહ્યા હતા

આ બેઠકમાં માહિતી આપતા રેકટનાં આગેવાનોએ જણાવેલ કે સમાજનાં વિધાર્થીઓ માટે હોસ્ટેલ બનાવવા રાજકોટ મોરબી રોડ ઉપર રૂ. ૧.૨૦ કરોડનાં ખર્ચે જમીન લેવાઇ ગયેલ છે અને બાંધકામની કામગીરી શરૂ કરવા જઈ રહેલ છે જેમાં સમાજ યથાયોગ સહકાર આપશે જે જાહેરાતને વધાવતા ચારેય તાલુકાનાં રબારી સમાજ દવારા આ બેઠકમાંજ ૧૫ લાખ થી વધુનાં દાનની જાહેરાત સાથે રકમ સંસ્થામાં જમા કરાવવામાં આવેલ હતી

સાજનાં તમામ ઉપસ્થિત અને સમાજ દવારા તાવા ચાપડીનો મહા પ્રસાદ યોજાયેલ અને કાર્યક્રમને સફળ બનાવવા રેકટ ચોટીલાની ટીમે જહેમત ઉઠાવેલ હતી.

(12:49 pm IST)