Gujarati News

Gujarati News

News of Wednesday, 4th July 2018

સોમનાથમાં યાત્રિક સુવિધા આવાસ ભવનનું કેન્દ્રીય પ્રવાસન સચિવના હસ્તે લોકાર્પણ

સોમનાથ ખાતે યાત્રિક સુવિધા આવાસ ભવનનું રીબીન કાપી ઉદ્દઘાટન કરતા કેન્દ્રીય પ્રવાસન સચિવ રશ્મી વર્મા તથા બાજુની તસ્વીરમાં  આવાસ ભવનનું નિરીક્ષણ કરતા સચિવશ્રી નજરે પડે છે. (તસ્વીર દેવાભાઇ  રાઠોડ પ્રભાસ પાટણ)

પ્રભાસ પાટણ તા.૪: રૂપીયા નવ કરોડના ખર્ચે કેન્દ્રીય પ્રવાસન યોજનાના ભાગ રૂપે  ડોરમેટરી સામુહિક આવાસ ભવનનું પ્રવાસન કેન્દ્રીય સચિવ રશ્મી વર્માનાં વરદ હસ્તે લોકાર્પણ કરાયુ. ૬૦,૦૦૦ સ્કેવર ચોરસ ફુટમાં પથરાયેલ અને ૩ર૦ લોકોને સુવિધા આપતા આ અદ્યતન ભવન ચાર માળ અને બે લીફટથી સજ્જ છે. જેમાં ૧૬ હોલ અને એક હોલમાં વીસ બેડ સુવિધા ડબલ ડેકર તેમજ એટેચ્ડ બાથરૂમ ટોયલેટ સાથે એસી જેવી અહેસાસ આપતી અદ્યતન આ ભવનનો દર સામાન્ય માણસને પોષાય તેવો માત્ર રૂપીયા ૯૦ જ રખાયો છે.

કાર્યક્રમનાં પ્રારંભે કેન્દ્રીય પ્રવાસન સચિવનાં હસ્તે રીબીન કાપી ઉદ્દઘાટન કરાયા બાદ દિપ પ્રાગટય સાથે લોકાર્પણ કરાયું.

સોમનાથ ખાતે યોજાયેલ આ કાર્યક્રમ ટ્રસ્ટના ટ્રસ્ટી સેક્રેટરી પ્રવિણભાઇ લહેરીનાં અધ્યક્ષસ્થાને યોજાયો હતો. જેમાં ગુજરાત ટુરીઝમનાં એમ.ડી. અને કમિશ્નર જેનુ દિવાન, પવિત્ર યાત્રાધામ બોર્ડના સેક્રેટરી કે. એમ. અધવર્યું, ટુરીઝમ મેનેજર નિરવ મુન્શી તેમજ સોમનાથ ટ્રસ્ટના અધિકારી કર્મચારી સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહેલ હતા.

(11:41 am IST)