Gujarati News

Gujarati News

News of Wednesday, 4th July 2018

હળવદમાં ભુજ બાંદ્રા ટ્રેનનું ઉષ્માભર્યુ સ્વાગતઃ નગરજનો સ્વયંભૂ ઉમટી પડયા

પૂર્વ કેન્દ્રીયમંત્રી મોહનભાઇ કુંડારીયાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ સંપન્નઃ તાલુકામાં ખુશીની લહેર

હળવદ, તા.૪: શહેર અને હળવદ તાલુકા ના ૭૨ ગામો એમ આખા તાલુકા ના લોકો ની માંગ હતી કે હળવદ રેલવે સ્ટેશન ખાતેથી મુંબઇ તરફ જતી એક સુવિધાયુકત ટ્રેનનો સ્ટોપ મળે તે માટે અનેક વખત રજુઆત કરવામાં આવી હતી ત્યારે આ અંગે હળવદ ના સૌ આગેવાનો તાજેતર માં જ રેલવે મંત્રી પિયુષ હોયલ  અને રેલવે બોર્ડના ચેરમેનશ્રીને મળી રેલવે ના વિવિધ પ્રશ્નો અંગે રજુઆત કરી હતી.

જેમાં ભુજ-બાંદ્રા ટ્રેન ને હળવદ સ્ટોપ આપવા માટે રાજુયાત કરવામાં આવી હતી ત્યારે ભુજ બાંદ્રા ટ્રેન ને હળવદ ખાતે અઠવાડિયા માં ત્રણ દિવસ સ્ટોપ મળતા હળવદ તાલુકા ના લોકો માં એક ખુશી ની લહેર જોવા મળી હતી અને આ ટ્રેન ગઇકાલે પ્રથમ વખત હળવદ ખાતે સ્ટોપ થતા ટ્રેન ને આવકારવા માટે નો કાર્યક્રમ યોજાયો હતો હળવદ ના સર્વે નગરજનો, હળવદ ના વેપારી અગ્રણીઓ , વિવિધ સંસ્થા ના આગેવાનો સહિત દરેક લોકો ઉત્સાહ પૂર્વક આ કાર્યક્રમમાં જોડાયા, આ કાર્યક્રમ માં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સંસદસભ્ય  મોહનભાઇ કુંડરિયા, બીપીનભાઈ દવે , શ્રીમતી હીનાબેન અજયભાઈ રાવલ (પ્રમુખ હળવદ નગરપાલિકા) , અજયભાઈ રાવલ, વિજયભાઈ જાની, હળવદ મામલતદારશ્રી, દાદાભાઈ ડાંગર , વેપારી મહામંડલના પ્રમુખ ગોપાલભાઈ ઠક્કર, બીપીનભાઈ પરીખ , ઘનશ્યામભાઈ દવે, સંદીપ પટેલ, જયેશ પટેલ, રમેશભાઈ ભગત, રેલવે વિભાગ ના ઉચ્ચ અધિકારીશ્રી ઓ સહિત સર્વે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આભાર વિધિ તપન દવે એ કરી હતી.

(11:40 am IST)