Gujarati News

Gujarati News

News of Wednesday, 4th July 2018

સોમનાથ ટ્રસ્ટના ડેવલપમેન્ટ પ્રોજેકટની મુલાકાતે

સોમનાથ તિર્થને આઇકોનિક પ્લેસ તરીકે જાહેર કરવામાં આવતા વિશ્વમાંથી આવતા યાત્રીકોને સારી સવલતો મળી રહે અને સુંદર યાત્રી સુવિધા થાય તે પ્રકારની કેન્દ્ર સરકારના પ્રસાદ સ્કિમ અંતર્ગત વિવિધ પ્રોજેકટો હાલ કાર્યરત હોય જેમાં ટી.એફ.સી. ટુરીસ્ટ ફેસેલીટી સેન્ટર, ડીઝીટલ પાર્કીંગ, પ્રોમોનેડ વોકવે સહિતની સાઇટ વીઝીટ કરી પ્રગતિ અહેવાલ મેળવેલ હતો. જેમાં ટ્રસ્ટી સેક્રેટરી પી. કે. લહેરી ટ્રસ્ટનાં અધિકારીઓ અને તજજ્ઞો સાથે રહેલ હતા.  ટ્રસ્ટના ડેવલોપમેન્ટ પ્રોજેકટ નિહાળતા રમિબેન વર્મા અને પી. કે. લહેરી સહિત અધિકારીઓ તસ્વીરમાં નજરે પડે છે.

(11:39 am IST)