Gujarati News

Gujarati News

News of Wednesday, 4th July 2018

ઉપલેટા પાસે ફાર્મની ઓરડીમાં જુગારનો હાટડો ચાલતો'તો : ૬ શખ્સો પકડાયા

ફાર્મ માલીક પિયુષ ડેરની શોધખોળ : આર.આર. સેલનો દરોડો

તસ્વીરમાં જુગાર રમતા પકડાયેલ શખ્સો નજરે પડે છે.

રાજકોટ તા. ૪ : ઉપલેટા નજીક ફાર્મમાં જુગારના હાટડા પર આર.આર.સેલે દરોડો પાડી જુગાર રમતા ૬ શખ્સોને ઝડપી લીધા હતા.

રેન્જમાં પ્રોહી જુગારની બદી નાબુદ કરવા માટે ડી.એન.પટેલ, નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ રેન્જના કૃણાલ પટેલ, પો.સબ. ઇન્સ. આર.આર.સેલે કડક હાથે કામગીરી કરવા સુચના કરેલ જે અન્વયે સેલના માણસોને ખાનગીરાહે હકીકત મળેલ કે ઉપલેટા પો.સ્ટે. વિસ્તારમાં આવેલ પીયુષભાઇ જેઠાભાઇ ડેરના મેટ્રોફાર્મની ઓરડીમાં પોતે બહારથી માણસો બોલાવી નાલ-ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે જેથી તુર્ત જ હકીકતવાળા ફાર્મે પહોંચી રેઇડ કરતા આરોપીઓ (૧) હિતેષ દેવરખીભાઇ ચંદ્રવાડીયા રે. ઉપલેટા (ર) કિશોર વજશીભાઇ વરૂ રે. ઉપલેટા (૩) અતુલ રાજાભાઇ પાનેરા રે. ઉપલેટા (૪) યુનીશ તૈયબભાઇ હાલેકોતરા રે. હરીપર મેવાસા જામનગર (૫) ખીમાભાઇ પમાભાઇ ચાવડા રે. મોણપર જામનગર (૬) રામસ્વરૂપ મદનલાલ પારીખ રે. મોટીખાવડી જામનગર વાળાઓ નશીબ ઉપર આધારીત ગંજીપનાના પાના અને પૈસા વતી તીનપતીનો હાર-જીતનો જુગાર રમતા રોકડા કુલ રૂ. ૧,૦૫,૫૦૦ના મુદ્દામાલ સાથે પકડી પાડી તેમજ નાશી જનાર ફાર્મ માલીક પીયુષ જેઠાભાઇ ડેર રે. ઉપલેટાવાળા તમામ વિરૂધ્ધ ઉપલેટા પો.સ્ટે. ગુન્હો રજી. કરાવેલ છે.

(11:31 am IST)