Gujarati News

Gujarati News

News of Wednesday, 4th July 2018

જસદણના શિવરાજપુરમાં વાડીમાં જુગારના અખાડા પર એલસીબી ત્રાટકી : ૮ પકડાયા

૯૨ હજારની રોકડ સહિત કુલ ૧.૭૦ લાખનો મુદ્દામાલ કબ્જે : ઇન્ચાર્જ પી.આઇ. ચાવડાની ટીમનો દરોડો

રાજકોટ તા. ૪ : જસદણના શિવરાજપુર ગામે વાડીમાં ચાલતા જુગારના હાટડા પર એલસીબીએ દરોડો પાડી જુગાર રમતા ૮ શખ્સોને ઝડપી લીધા હતા.

જીલ્લાનાં પોલીસ અધિક્ષક અંતરિપ સૂદે પ્રોહી-જુગારની પ્રવૃતી નાબુદ કરવા સુચના એલસીબીના આપેલ હોય જે અંતર્ગત ઇન્ચા.પો.ઇન્સ. જે.એમ.ચાવડાઙ્ગ તથા સ્ટાફના માણસો એ ચોક્કસ બાતમી આધારે શિવરાજપુર ગામની પાંચ ટોબરા ધાર નામની સીમ વિસ્તારમાં ખલીલભાઇ સાલેભાઇ કથીરી રહે. જસદણ જી.રાજકોટ વાળાને ધનશ્યામભાઇ કાબાભાઇ વાઘાણી રહે.શીવરાજપુર વાળાની કબ્જા ભોગવટા તેમજ દેખરેખની વાડીમાં બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવતા કુલ સાત ઇસમોને તીન પતીનો હારજીતનોઙ્ગ જુગાર રમતા કુલ રોકડા રૂપીયા ૯૨,૭૮૦ તથા મોબાઇલ ફોન નંગ ૫ કિ.રૂ. રૂ.૩૦૦૦ તથા મો.સા. નંગ-૩ કિં.રૂ.૭૫,૦૦૦ મળી કુલ મુદામાલ કિ.રૂ.૧,૭૦,૭૮૦ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

જુગાર રમતા પકડાયેલ શખ્સોમાં ખલીલ સાલેભાઇ કથીરી, નરેન્દ્ર બાબુભાઇ સાવલીયા રે. જીવાપર, વિજય બાબુ સોજીત્રા રે. રાજકોટ, જેરામ શિવરાજભાઇ હિરપરા રે. જસદણ, અશોક રવજી વાછાણી રે. સાણથલી, મુળજી મેપાભાઇ ટોળીયા રે. આટકોટ, જગદીશ વિનુભાઇ ગોહેલ રે. આટકોટ તથા ઘનશ્યામ કાળાભાઇ વાઘાણી રે. શિવરાજપુરનો સમાવેશ થાય છે.

આ કામગીરીમાં એલ.સી.બી. શાખાના ઇન્ચા.પો.ઇન્સ. જે.એમ.ચાવડા, પો.સબ.ઇન્સ. એમ.આર. ગોંડલીયા, એ.એસ.આઇ. મહમદભાઇ ચૌહાણ,ઙ્ગ ઙ્ગ પો.હેડ. કોન્સ. મહેશભાઇ જાની,ઙ્ગકરશનભાઇ કલોતરા, રવિદેવભાઇ બારડ, મહિપાલસિંહ જાડેજા, બ્રિજરાજસિંહ જાડેજા,  રહીમભાઇ દલ, બાલકૃષ્ણ ત્રીવેદી, મયુરસિંહ જાડેજા, રસીકભાઇ જમોડ, ભાવેશભાઇ મકવાણા રોકાયેલ હતા.

(11:29 am IST)