Gujarati News

Gujarati News

News of Wednesday, 4th July 2018

વાંકાનેરના વાંકયા-ર માં જમીન મુદ્ અન્યાય થતા આત્મવિલોપનની ચિમકી

વાંકાનેર તા.૪:..  વાંકાનેર તાલુકાનાં વાંકયા નં. ર નાં સોલંકી ડાયાભાઇ ખેંગારભાઇએ મોરબી જીલ્લા કલેકટરશ્રી જે. એમ. માંકડીયાને પત્ર  પાઠવીને ન્યાય ન મળતા તા. ૧૧-૭-૧૮ ના રોજ સવારના ૧૧ થી બપોરના ર દરમિયાન મોરબી જીલ્લા કલેકટર ચેમ્બર સામે આત્મ વિલોપન કરવાની ચિમકી આપી છે.

ડાયાભાઇ સોલંકીએ વધુમાં જણાવ્યું છે કે, મારા પિતા સોલંકી ખેંગારભાઇ લખુભાઇને સાંથણીમાં ગુજરાન ચલાવવા સર્વે માટે સર્વે નં. ર૦૬ પૈકી ૬ એક એકર બાર-તેર ગુંઠા જમીનનો ટુકડો મળેલ. નાના જમીનના ટુકડામાં સને વર્ષ ર૦૧૩-૧૪માં રાજકોટ જિલ્લા પંચાયતના માર્ગ મકાન વિભાગના જે તે સમયના કર્મચારી દ્વારા વિલેજ રોડ ગ્રામીણ રોડ બનાવવાનો વર્ક ઓર્ડર પોતાની મનસુફી કિન્નાખોરીથી કરી નાખવામાં આવેલ છે. આ ખેતીની જમીનમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરીને ગ્રામીણ રોડ બનાવી નાખેલ છે. બરોબર વચ્ચો વચ્ચ ટુકડાના પણ બે ટુકડા કરી નાખેલ છે. આ અમારી જમીનને ખેતીલાયક રહેવા દીધેલ નથી.

આ ગ્રામીણ રોડ બનાવતા પહેલા અમો ભોગ બનનાર પરિવારને રાજકોટના માર્ગ મકાન વિભાગ દ્વારા નોટીફીકેશન કે કોઇ પણ પ્રકારેની જાણ કરેલ નથી માત્ર ને માત્ર પોતાના અંગત સ્વાર્થ માટે રોડનું તદન નબળુ કામ અને સંપાદન કરવાની કોઇ જ કાર્યવાહી કરેલ નથી.

સને વર્ષ ર૦૧૩-૧૪ થી સને વર્ષ ર૦૧૮ જુન સુધીમાં ગુજરાત રાજયના તમામ સબંધીત વિભાગ ને અને તમામ કોર્ટ તેમજ ગાંધીનગર સુધીના રાજયપાલ સિવાયના પદાધિકારીને લેખીત અને મૌખિક રજૂઆતો કરેલ પરંતુ માત્ર કાગળ ઉપર કાર્યવાહી કરીને આજ દિન સુધી ન્યાય મળ્યો નથી.

તા. ર૦-પ-ર૦૧૮ ના રોજ મોરબી જિલ્લા કલેકટરશ્રીને આ બાબતે  રૂબરૂ મળતા કઇન કરી શકુ તેવા ઉડાઉ જવાબ અરજદાર શ્રીને આપેલ. આ બાબતે તા.ર૦-પ-ર૦૧૮ કલેકટરશ્રીના ચેમ્બરમાં લાગેલ સીસી ટીવી ફુટેજમાં સઘળી વિગત પ્રાપ્ત થઇ શકે છે.  દલીત હોવાથી સંવેદનશીલ નથી અને ન્યાય મળતો નથી. તેમ અંતમાં ડાયાભાઇ સોલંકીએ જણાવ્યું છે.

(11:28 am IST)