Gujarati News

Gujarati News

News of Friday, 4th June 2021

ધોરાજીમાં ૩૬૬ બોટલ ઈંગ્લિશ દારૂ સાથે એક કિશોર ઝડપાયો

ધોરાજી, તા. ૪ :. ઉપલેટા રોડ પર ભુખી ચોકડી કારખાના વિસ્તારમાં અમુક ઈસમો બાળ કિશોરની મદદ લઈ પરપ્રાંતીય ઈંગ્લીશ દારૂ ઉતારી વેચાણ કરે છે તેવી હકીકત આધારે નં. (૧) મેક ડોવેલ્સ નંબર-૧ કલેકશન વ્હીસ્કીની બોટલ નંગ ૮૪-કુલ કિં. રૂ. ૨૫૦૦ તથા (૨) ઓલ સીઝન્સ ગોલ્ડ કલેકશન, રીઝર્વ વ્હીસ્કીની બોટલ નંગ ૭૨ કુલ કિં. રૂ. ૨૧૬૦૦ (૩) એએએ-સી પ્યોર ગ્રીન વોડકાની બોટલ નંગ ૪૮ કુલ કિં. રૂ. ૧૪૪૦૦ તથા (૪) ગ્રેવીટી ગ્રીન એપલ, ફલેવર્ડ વોડકા બોટલ નંગ ૧૮ કિં. રૂ. ૫૪૦૦ તથા (૫) મેક ડોવેલ્સ નંબર-૧ કલેકશન વ્હીસ્કીના ચપલા નંગ ૧૪૪ કિં. રૂ. ૧૪૪૦૦ કુલ બોટલ નંગ ૩૬૬ કુલ કિં. રૂ. ૮૧૦૦૦નો મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપી બાળ કિશોર છે. બાકી આરોપીઓમાં સંદીપ ગોવિંદભાઈ પરમાર, સતિષ ગોવિંદભાઈ પરમાર, જયુ અરવિંદભાઈ ચૌધરી (રહે. બહારપુરા ભુખી ચોકડી કારખાના વિસ્તારમાં) ફરાર છે.

આ કામગીરી (૧) હકુમતસિંહ એ. જાડેજા પો. કોન્સ. અને એ.એન. ગાંગણા પો. સબ ઈન્સ., એચ.બી. ગરેજા પો. હેડ કોન્સ., પ્રદીપભાઈ બારોટ પો. હેડ કોન્સ., અરવિંદસિંહ જાડેજા પો. કોન્સ., બળદેવભાઈ સોલંકી પો. કોન્સ., રામભાઈ રાડા પો. કોન્સ., શકિતસિંહ જાડેજા પો. કોન્સ., સાવાનભાઈ વાણીયા પો. કોન્સ., નાસીરભાઈ ચૌહાણ પો.કોન્સ.એ કરી હતી.

(10:23 am IST)