Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

જામનગરમાં કોરોનાનો કાળોકહેર: વધુ પાંચ પોઝિટિવ કેસ : આરોગ્ય તંત્રમાં દોડધામ : એક જ દિવસમાં છ કેસ નોંધાયા

મુંબઈથી આવેલ બે દંપતી અને અબુધાબીથી આવેલ એક યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

જામનગર : જામનગરમાં કોરોનાએ ફૂફાડો માર્યો છે આજે રાત્રે વધુ પાંચ પોઝિટિવ કેસ નોંધાતા એક જ દિવસમાં છ કેસ થતા આરોગ્યતંત્રમાં દોડધામ મચી જવા પામી છે 

 

  જામનગરની સરકારી ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલની લેબોરેટરીમાં ચકાસણી માટે આવેલા સેમ્પલઓ પૈકી જામનગરના વધુ પાંચ વ્યક્તિના કોરોનાવાયરસના પોઝીટીવ રીપોર્ટ આવ્યા છે આ સાથે જામનગરમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 60 થઇ છે

  એડિશનલ કલેક્ટર રાજેન્દ્રસિંહ સરવૈયા સાથે અકિલા એ ફોનિક વાતચીત કરતા તેને આ પાંચ પોજેટીવ કેસની પુષ્ટિ આપેલ છે

  મુંબઈથી જામનગર આવેલા બે દંપતી અને અબુધાબીથી આવેલા એક યુવાનને સમરસ હોસ્ટેલમાં રાખીને સેમ્પલ લેવાતા પાંચેયના પોઝીટીવ રીપોર્ટ આવતા તમામને જી હોસ્પિટલમાં ખસેડાયા છે

(11:04 pm IST)