Gujarati News

Gujarati News

News of Thursday, 4th June 2020

અમરેલીમાં રર ઇસમો તીનપતી રમતા એક ઇસમ ૧ર બોટલ દારૂ સાથે ઝડપાયો

રોકડ રૂ. ૩૧૮૬૦ તથા રૂ. ૩૬૦૦ની દારૂની બોટલનો મુદામાલ કબ્જે

અમરેલી, તા., ૪: પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્ત રાય તેમજ મદદનીશ પોલીસ અધિક્ષકશ્રી પ્રેમસુખ ડેલુની સુચનાથી જુગારીઓને પકડી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ જે અનુસંધાને અમરેલી સીટી પો.સ્ટે.ના પો.ઇન્સ. વી.આર.ખેરની રાહબરી નીચે અમરેલી સીટી પોલીસના પો.સ.ઇ. એમ.એચ.પરાડીયા તથા હેડ કોન્સ. બી.એમ.વાળા તથા લોકરક્ષક હિરેનસિંહ ખેર તથા પો.કોન્સ. પૃથ્વીરાજસિંહ પરમાર તથા આરીફખા ભોજવાણી તથા નીલેશભાઇ ડાંગર તથા મહેશભાઇ મુંધવાએ પેટ્રોલીંગ દરમ્યાન હનુમાનપરા રોડ મારૂતીનગર તથા જશોદાનગરમાં કેટલાક ઇસમો ગે.કા.પૈસા પાન વડે તીનપતીનો જુગાર રમી રહયા હતા ત્યાં રેઇડ કરતા કુલ રર ઇસમોને કુલ રૂ. ૩૧,૮૬૦ના મુદામાલ સાથે તેમજ હિરામોતી ચોકમાંથી એક ઇસમને ગે.કા. વગર પાસ પરમીટે ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ ૧ર કિ. ૩૬૦૦ ના મુમામાલ સાથે પકડી  પાડી તેઓની વિરૂધ્ધમાં અમરેલી સીટી પો.સ્ટે.માં ત્રણ અલગ અલગ ગુન્હાઓ દાખલ કરી ધોરણસર કાર્યવાહી કરેલ છે.

પકડાયેલ ઇસમોમાં (૧) માજુભાઇ સીપુભાઇ માવી (ર) પ્રવિણભાઇ રવજીભાઇ નીનામા (૩) કાળુભાઇ બચુભાઇ માવી (૪) ભગાભાઇ રામસીંગભાઇ ભાબર (પ) દિપો હરમલભાઇ બામનીયા (૬) દિનેશભાઇ બચુભાઇ માવી (૭) અજયભાઇ બદીયાભાઇ ગણાવા (૮) રમેશભાઇ બચુભાઇ વસુનીયા (૯) યોગેશભાઇ હિંમતભાઇ ટાંક (૧૦) મુકેશભાઇ કુરાભાઇ વસુનીયા (૧૧) કાળુભાઇ કડવાભાઇ ચૌહાણ (૧ર) જીતેશભાઇ કાંતીભાઇ ચૌહાણ (૧૩) દુષ્યંતભાઇ મહીપતભાઇ ભટ્ટ (૧૪) આકાશભાઇ બકુલભાઇ ગોહીલ (૧પ) રમેશભાઇ કાનજીભાઇ ચૌહાણ (૧૬) દિનેશભાઇ સોમાભાઇ જાપડીયા ક૧૭) વિમલભાઇ ભનુભાઇ મકવાણા (૧૮) દેવજીભાઇ ચૌહાણ (૧૯) રવી મનસુખભાઇ મેર (ર૦) સુરેશભાઇ દયારામભાઇ ગોંડલીયા (ર૧) રાજુભાઇ પોપટભાઇ જોગરાજીયા (રર) સંજયભાઇ કાનજીભાઇ ચૌહાણ (ર૩) પરવેજ રફીકભાઇ સોલંકી રહે. તમામ અમરેલીનો સમાવેશ થાય છે.

(12:55 pm IST)