Gujarati News

Gujarati News

News of Thursday, 4th June 2020

પોરબંદર નર્સિંગ સ્કુલ દ્વારા ઓનલાઇન શિક્ષણ

 પોરબંદરઃ કોરોના વાઇરસનાં સંક્રમણને લીધે શૈક્ષણિક કાર્ય શાળા-કોલેજોની જેમ મેડીકલ એજયુકેશન નર્સિંગ ઇન્સ્ટીટયુટમાં શૈક્ષણિક કાર્ય બંધ છે. પરંતુ વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે  જનરલ નર્સિંગ સ્કુલનાં ૧૮૦ વિદ્યાર્થીઓને આઇગોટ દીક્ષા અંતર્ગત કોવિદને લગતુ તથા સીલેબસ લક્ષી ઓનલાઇન શિક્ષણ આપવામાં આવે છે.  જનરલ નર્સિંગ સ્કુલમાં અભ્યાસ મેળવતા વિદ્યાર્થીઓને કોરોના મહામારીનાં કારણે દ્યરબેઠા શિક્ષણ મળી શકે તે હેતુથી દરરોજ સરેરાશ ૧૨ જેટલા કલાસ લેવામાં આવે છે. ટયુટર્સ આ દરમિયાન લોકડાઉન અંતર્ગત સરકારનાં નિયમોનું ચુસ્ત પાલન પણ કરે છે.  આચાર્ય અરવિંદભાઇ રાજયગુરૂએ કહ્યુ કે, વિદ્યાર્થીઓ ઘરબેઠા શિક્ષણ મેળવી શકે તથા લોકડાઉનનું ચુસ્ત પાલન અને સરકારની ગાઇડલાઇનની અમલવારી સાથે દરરોજ વિદ્યાર્થીઓને જુદા-જુદા ટયુટર્સ દ્રારા શિક્ષણ આપવામાં આવે છે.  આ ઉપરાંત વિદ્યાર્થીઓને કોવિદ-૧૯ની લગતી બેઝીક તમામ જાણકારી આઇગોટ દીક્ષા કાર્યક્રમ અંતર્ગત પુરી પાડવામાં આવી છે. ગીરગઢડા તાલુકાના સનવાવ ગામમાં રહેતો અને પોરબંદર જનરલ નર્સિંગ સ્કુલમાં સર્ટીફાઇડ કોર્સ ઇન કોમ્યુનીટી હેલ્થનો વિદ્યાર્થી  દિપક કોરીયા કહે છે કે, લોકડાઉનમાં મને ઘરબેઠા ઓનલાઇન શિક્ષણ મળતા મારૂ શિક્ષણ કાર્ય યથાવત રીતે ચાલુ છે. વિદ્યાર્થિની ચાવડા પાયલે કહ્યુ કે, આઇગોટ દીક્ષા અંતર્ગત શિક્ષણ મેળવી મે પ્રમાણપત્ર મેળવ્યુ છે. તથા નર્સિંગ સ્કુલનાં ટીચર્સ દ્વારા સીલેબસને લગતુ ઓનલાઇન શિક્ષણ આપવાની સાથે કોઇ વિષય પર મુંજવણ અનુભવાય તો ટીચર્સ ટેલીફોનીક વાતચીત દ્વારા નિરાકરણ કરી આપે છે. આમ કોરોના મહામારી વચ્ચે પણ વિદ્યાર્થીઓનુ શિક્ષણ અટકે નહીં તે માટે રાજય સરકારના માર્ગદર્શન મુજબ શાળા કોલેજો દ્રારા ઓનલાઇન શિક્ષણ આપવામાં આવે છે. તે તસ્વીર.

(11:32 am IST)