Gujarati News

Gujarati News

News of Thursday, 4th June 2020

સુરેન્દ્રનગર જિલ્લામાં કપાસનું આગોતરૂ વાવેતર કરતા ખેડૂતોને મળશે ભરપુર લાભ

જિ.ના અનેક ગામોમાં કપાસ-લીલીજારનું ખેડૂતોએ હોશભેર વાવેતર કર્યું

વઢવાણ,તા.૪: હાલમાં ગુજરાત રાજયના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે ત્યારે હજુ વરસાદ ને પંદર દિવસ સુધી ની વાર છે ત્યારે બીજી તરફ નિસર્ગ વાવાઝોડાના પગલે ગુજરાત રાજયનું વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે અને ઉનાળાની સિઝનમાં વરસાદી માહોલ છવાઇ જવા પામ્યો છે ત્યારે બીજી તરફ વાત કરીએ તો નિસર્ગ વાવાઝોડાના પગલે રાજયના અનેક તાલુકાઓમાં ગઈકાલથી જ વરસાદ નોંધાવા પામ્યો છે.ખાસ કરીને મૂળી તાલુકાના અનેક ગામોમાં વરસાદ મોડી રાત્રે વરસ્યો છે.

જિલ્લાના ખેડૂતો દ્વારા હોંશે હોંશે આગોતરુ વાવેતરની શરૂઆત કરવામાં આવી છે ત્યારે હજુ સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલુ વર્ષે કપાસના ઉત્પાદન થયું હતું તેનું વેચાણ પણ ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું નથી તેનું પણ એક કારણ છે કે જયાં સીસીઆઇ કેન્દ્રો પર નોંધણી બાદ ગોકળ ગતિએ કપાસની ખરીદી કરવામાં આવતા સમય અંતરે ચોમાસું નજીક આવી જવા પામ્યું છે અને હજી સુરેન્દ્રનગર જિલ્લાના અને ખેડૂતોના ચાલુ વર્ષના કપાસનું ઉત્પાદન અને ખાસ કરી તૈયાર કપાસ ઘરમાં પડયો છે ત્યારે વરસાદના પગલે આ કપાસ ખરાબ થઈ જવાની પણ ભીતિ ઊભી થઈ છે ત્યારે જિલ્લાના ખેડૂતો દ્વારા અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે તે છતાં પણ ન કરવામાં આવતા વરસાદી વાતાવરણમાં કપાસ ખરાબ થવાની ભીતિ ઊભી થઈ છે.

જિલ્લાના ખેડૂતો દ્વારા નિસર્ગ વાવાઝોડાના પગલે પડેલ વરસાદ નો ઉપયોગ સારી રીતે થઈ શકે તે માટે જિલ્લામાં ખાસ કરીને કપાસ ઉપરાંત મગફળી અને લીલી જાર અને ઘાસચારાનું વાવેતર શરૂ કરવામાં આવ્યું છે જેનો લાભ ખેડૂતોને મળશે તેવું સ્પષ્ટ રીતે હાલમાં દર્શાવી રહ્યું છે.

વરસાદ નથી પડ્યો ત્યાં મોટરથી પાણી ખેતરોમાં પાઈને વાવેતર શરૂ કરાયું

સુરેન્દ્રનગર જિલ્લામાં અમુક વિસ્તારોમાં કમોસમી વરસાદ નોંધાવા પામ્યા છે જેમાં ખાસ કરીને મૂળી તાલુકાના અનેક ગામો ધર્મેન્દ્રગઢ અને આજુબાજુના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે અને ખેતરોમાં પણ પાણી ભરાઇ જવા પામ્યા છે ત્યારે આ વિસ્તારના ખેડૂતો દ્વારા આગોતરા વાવેતરની શરૂઆત કરવામાં આવી છે.જે વિસ્તારમાં વરસાદ નોંધાવા પામ્યો નથી તે વિસ્તારના ખેડૂતોએ પણ એક નવી આશા સાથે પોતાના ખેતરમાં આવેલ પાણીની મોટર બોર સમ્પ અને ખાસ કરી કૂવાઓની મદદ લઈને ખેતરોમાં પાણી પાઈને જિલ્લાના બાકી રહેલ તાલુકાઓમાં પણ વરસાદ પડવાની આશા એ આગોતરૂ વાવેતર ખેડૂતો દ્વારા શરૂ કરવામાં આવ્યું છે.જો જિલ્લામાં વરસાદ નોંધાય તો ખાસ કરી ખેડૂતોને આગોતરા વાવેતરનો લાભ મળી શકે તેમ છે ત્યારે હાલમાં સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોએ એક આશાની સાથે આગોતરા વાવેતરની શરૂઆત કરી છે હવે તમામ પ્રક્રિયા કુદરતના હાથમાં છે.

(11:33 am IST)