Gujarati News

Gujarati News

News of Thursday, 4th June 2020

ગોંડલમાં સોશ્યલ ડીસ્ટન્સ સાથે સાદી

ગોંડલઃગોંડલ સરવૈયા શેરીમાં રહેતા યુસુફ ભાયજી (પક્ષી પ્રેમી ગ્રુપ ના ઉપપ્રમુખ) ના શાદી યોજાઈ હતી બન્ને પક્ષ જુજરભાઈ શામ (દાવડાભાઈ) તથા ખોજેમભાઇ રંગાળા (જેતપુર ) એ ગોંડલ મુકામે ઘર આંગણે જ બન્ને પરિવારોના ૨૦-૨૦ અંગત સ્નેહીજનો ઉપસ્થિત માં આયોજન કર્યું હતું. આ શાદી માં દુલ્હા -દુલ્હન થી લઇ દરેક વ્યકિત માસ્ક ફરજીયાત તથા સેનિટાઇઝર અને સોશ્યિલ ડિસ્ટન્સ ના નિયમો નું ચુસ્ત પાલન કર્યું હતું. આ શાદીના પ્રસંગે ગોંડલ નગરપાલિકા પ્રમુખ અશોકભાઈ પીપળીયા તેમજ ગોંડલ નગરપાલિકાના વોટરવર્કસ શાખાના ચેરમેન અનિલભાઈ માધડ ઉપસ્થિત રહી શુભેચ્છા પાઠવી અને બન્ને વેવાઈ પક્ષને સરકાર ના નિયમોનું પાલન કર્યું તે બદલ અભિનંદન પાઠવ્યા હતા.શાદી યોજાઇ તે તસ્વીર.

(11:29 am IST)