Gujarati News

Gujarati News

News of Thursday, 4th June 2020

હૂમલાનો ભોગ બનનાર યુવતિ કોરોના મુકત થઇ ઘરે આવી પણ પતિ જેલમાં, પરિવાર કોરોન્ટાઇન છે તો હવે મોટી પાનેલીની પરિણિતાને કંઇ થશે તો જવાબદારી કોની?

મોટી પાનેલી તા. ૪ : દુઃખનો ડુંગર તૂટી પડ્યો કહેવત તો સાંભળી છે પણ ઉપલેટા તાલુકાના મોટી પાનેલીની ત્રીસ વર્ષીય કોળી યુવતી ઉપર ખરેખર આ કહેવત સાર્થક ઠરી છે. પાનેલીની માધુરી મનસુખભાઇ વિરમગામા ને તેમનાજ પતિએ આડા સબંધોની શંકા રાખીને છરીના ઘા ઝીંકયા હતા તે સારવારમાંથી હજુ આ યુવતી બહાર નથી આવી ફેફસાના ભાગે ઘા લાગ્યા હોય હજુ પણ ઘા રૂઝાયેલ નથી યુવતી પથારીવશ અવસ્થામાં છે.ત્યારેજ યુવતીનો કોરોના રિપોર્ટ પોઝેટીવ હોવાનો અમદાવાદ સિવિલ માંથી મેસેંજ રાજકોટ જિલ્લા વહીવટી તંત્રને મળતા યુવતીને સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવી તેમજ તેમના પરિવારના તમામ સભ્યોને ગોંડલ ખાતે કોરોન્ટાઇન કરવામાં આવ્યા પણ બેજ દિવસમાં રાજકોટ ખાતે યુવતીનો રિપોર્ટ નેગેટિવ આવતા આ પથારીવશ યુવતીને રાજકોટથી મંગળવારે ડિસ્ચાર્જ કરવામાં આવી.

યુવતીને પાનેલી તેમના ઘરે ઉતારવામાં પણ કોઈ સહારોના મળતા હોમગાર્ડના જવાનોએ મદદરૂપ થઇ યુવતીને ઘરમાં પહોંચાડી. પરંતુ યુવતીના તમામ પરિવારના સભ્યો કોરોન્ટાઇન છે યુવતીનો પતિ જેલમાં છે તો આ પથારીવશ યુવતીની સારવાર કરે કોણ??ઙ્ગ યુવતીને હજુ પણ પડખાના ભાગે બ્લડ વહી રહ્યું છે રશી થઇ ગયેલ છે જો યુવતીને કંઇ થશે તો જવાબદારી કોની?? ને તંત્રનો આ કેવો નિયમ દર્દી બહાર છે ને નેગેટિવ દર્દીના સંપર્કમાં આવેલ પરિવારજનો અંદર?? આ અંગે સ્થાનિક ધારાસભ્ય લલિત વસોયા તેમજ પાનેલી ઉપસરપંચ બધાભાઇ ભારાઈએ રજુઆત પણ કરેલ પણ હજુ સુધી તંત્રએ કોઈ નિર્ણય ના લેતા બિચારી યુવતી ઉપર ખરેખર દુઃખનો ડુંગર તૂટ્યો તેવું લાગે છે.

(11:27 am IST)