Gujarati News

Gujarati News

News of Thursday, 4th June 2020

વિંછીયાના રેવાણિયા-પાનેલીયા-ભાદર ડેમમાં સૌની યોજના હેઠળ પાણી ઠાલવો

જો ઉકેલ ન આવે તો સરકારને જગાડવા આંદોલનની મુકેશ રાજપરાની ચીમકી

વિંછીયા, તા.૪: વિંછીયા તાલુકાના રેવાણીયા, પાનેલીયાં, ભાદર ડેમ, ડમ ખેતી પિયત માટે ભરવા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને લેખિત રજૂઆત કરાઇ છે.

રજૂઆતમાં વધુમાં જણાવાયા મુજબ રાજકોટ જિલ્લાનો વિંછીયા તાલુકો વર્ષોથી પછાત અને અવિકસીત છે. અહીં કોઇ ઉદ્યોગ નથી. માત્ર ખેતી અને હીરા બે જ વિકલ્પ છે.

ખેતીમાં ઉપરા છાપરી મોળા -અછતના વર્ષ અને હીરા ઉદ્યોગ મંદિમાં હોય રોજગારીના કોઇ સાધનો નથી. વિંછીયા તાલુકામાં વર્ષોથી ચુંટણી સમયે સૌની યોજનાથી વિંછીયા તાલુકામાં ડેમો ભરવાની મોટી-મોટી વાતોથી ખેડૂતોને ભરમાવામાં આવે છે. પણ હકીકતે પાણી કયારે આવશે તે તો રામ જાણે?

વિંછીયા તાલુકામાં રેવાણિયા, પાનેલીયા, ભાડેર ડેમ ભરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સરકારને જગાડવા ખેડૂતો સાથે રાખી ઉગ્ર આંદોલન કરાશે. તેમ કોળી વિકાસ સંગઠનના મુકેશ રાજપરાએ જણાવ્યુ છે.

(11:27 am IST)