Gujarati News

Gujarati News

News of Thursday, 4th June 2020

ઢસા પાસે અકસ્માતમાં ઘવાયેલા અનીલ બાંભણીયાનું રાજકોટમાં મોત

રાજકોટ, તા. ૪ : ભાવનગરના ઢસા પાસે બાઇક સ્લીપ થતા શાપર વેરાવળના યુવાનનું રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મોત નિપજયું હતું.

મળતી વિગત મુજબ શાપર-વેરાવળમાં રહેતો અનીલ રમેશભાઇ બાંભણીયા (ઉ.વ.ર૬) ગત તા. રપ ના રોજ પોતાનું બાઇક લઇને જતો હતો ત્યારે ભાવનગરના ઢસા પાસે બાઇક સ્લીપ થતા અકસ્માત સર્જીયો હતો. અકસ્માતમાં ઇજા થતા યુવાનને પ્રથમ ઢસા બાદ વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. ત્યાં તેનું ગઇકાલે સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. આ બનાવ અંગે માલવીયાનગર પોલીસ મથકના હેડ કોન્સ દીપાલસિંહ તથા પ્રશાંતસિંહ એ પ્રાથમિક કાગળો કરી ઢસા પોલીસ મથકમાં મોકલવા તજવીજ હાથ ધરી છે.

(11:25 am IST)