Gujarati News

Gujarati News

News of Thursday, 4th June 2020

તળાજાના રાજપરા ગામે પાણી માટે મહિલા સરપંચ પુત્ર પર હુમલો

ભાવનગર તા. ૪ : ભાવનગર જિલ્લાના તળાજા પંથક મા પાણી માટે લોકો કાયદો હાથમાં લેવા માંડ્યાછે. ગોપનાથ નજીકના રાજપરા ગામના મહિલા સરપંચ વતી સરપંચ પદ ભોગવતા યુવક પર ગામનાજ એક ઇસમે હુમલો કરી લમણાના ભાગે ઇજા કરી હતી.

ઙ્ગઆ બાબતે ઇજાગ્રસ્ત મકવાણા મુન્નાભાઈ સોંડાભાઈ એ તળાજા રેફરલ હોસ્પિટલે સારવાર દરમિયાન જણાવ્યું હતુંકે પોતાના મમ્મી મનુબેન સરપંચ છે.સરપંચ વતી વહીવટી મુન્નાભાઈ કરેછે.આથી ગ્રામ પંચાયતની લાઈન તોડી ગામનાજ પાંચાભાઈ ચૌહાણ ને અટકાવવા જતા ઉશ્કેરાઈને કપાળની ઉપર નાક ભાગે હુમલો કરી ઇજા પહોંચાડતા લોહી નિગળતી હાલતે અહીં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

તળાજા પંથકના ગામડાઓમાં આવારા ગિર્દીના કિસ્સાઓ વખતો વખત સામે આવી રહ્યા છે. જેમાં પાવઠી ગામે એક યુવક ગામના જ એક મહિલા અને તેની દીકરી વાડીએ જતા હોય બાઈક અથડાવી ઇજા કરી ફરાર થઈ ગયાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

પાવઠી ગામે રહેતા રમેશ વિજાભાઈ નકુમ ઉવ ૩૯ એ નોંધાવેલ ફરિયાદ મા  મંજુલાબેન દીકરી દીપાલીબેન સાથે વાડીએ આવતા હતા. તે સમય દરમિયાન ગામના જ રાવત ભોળાભાઈના દીકરાએ પુરપાટ અને બે ફિકરાઈથી બાઈક ચલાવી, અથડાવી ઇજા કરી ભાગી ગયો હતો.

વેળાવદર ગામે સાસુ  વહુ પર હુમલો

વેળાવદર નજીક સાંઈબાબા જિનિંગ પાસે રહેતા ભાનુબેન અરવિંદભાઈ પરમાર અને તેના સાસુ રતનબેન ઉપર પરિવારનાજ ભીખા વરશીંગ,શિપા ભોળા અને ટીહા ભીખાએ જુગાર રમવા બાબતે કેમ નામ દીધા તેમ કહી લાકડીઓ વડે માર મારી ઇજા કર્યાની ફરિયાદ નોંધાઈ છે.

(11:13 am IST)