Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

મોરબીના ગ્રામ્ય પંથકમાં સાંજે વરસાદ: નાગડાવાસ ગામે ધૂળની ડમરીઓ ઉડી

વરસાદથી ગ્રામ્ય પંથકના રહીશોને ઉકળાટથી રાહત

મોરબીના ગ્રામ્ય પંથકમાં આજે સાંજે વરસાદ શરુ થયો હતો અનેક ગામોમાં વરસાદ વરસ્યો હતો તો નાગડાવાસ ગામે ધૂળની ડમરીઓ ઉડી હતી

આજે મોરબીના ગ્રામ્ય પંથકમાં સાંજના સુમારે વરસાદ શરુ થયો હતો જેમાં મોરબીના રાપર, અણીયારી, ચાચાપર, આમરણ અને ફડસર સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો જયારે મોરબીના નાગડાવાસ ગામે પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડી હતી અને વરસાદ પણ શરુ થયો હતો અતિશય ગરમી બાદ વરસાદથી ગ્રામ્ય પંથકના રહીશોને ઉકળાટથી રાહત મળી છે

(12:38 am IST)