Gujarati News

Gujarati News

News of Tuesday, 4th June 2019

પોરબંદરમાં મુંબઇની કંપનીનું ડ્રેજીંગ શીપ ડીટેઇનઃ ક્રુ મેમ્‍બરોના ભોજન સહિત અનેક ખામી

પોરબંદર તા.૪ : અહીં જેટી ઉપર ડ્રેજીંગ કરવા આવેલા મુંબઇનો મેટ કટોર નામની ડેજીંગ શીપમાં ૩ર ક્રુ મેમ્‍બરના ભોજન અને પીવાના પાણી તેમજ ડ્રેજીંગ કામગીરીમાં અનેક ખામીઓ જણાતા શીપને ડીટેઇન કરવામાં આવ્‍યું છે. જામનગર મરીન મર્કેન્‍ટાઇલ ડિપાર્ટમેન્‍ટ દ્વારા સર્વે દરમિયાન મુંબઇના ડ્રેજીંગ શીપમાં ખામીઓ જણાતા ડીટેઇન કાર્યવાહી કરવામાં આવી છે. શીપમા ગુજરાત, મહારાષ્‍ટ્ર, કર્ણાટક, રાજસ્‍થાન, દીવ સહિતના ક્રુ મેમ્‍બરો છે.

(1:28 pm IST)