Gujarati News

Gujarati News

News of Tuesday, 4th June 2019

દામનગર શહેરની જીવદયા પરિવાર ટ્રસ્‍ટની નંદીશાળાના વિવિધ ભવનોનું લોકાર્પણ એવમ સત્‍કાર સમારોહ મહાયજ્ઞ મહાપ્રસાદનું ભવ્‍યાતીભવ્‍ય આયોજન

દામનગર : માનવતાના મસીહા મનોદિવ્‍યાંગના દિવાકર પુ.ભકિતરામબાપુ માનવ મંદિર અબોલ જીવોના પાલનહાર ગોવિંદભકત  નકલંગ આશ્રમના બાલકદાસ બાપુ વિદ્વાન ભગવતાચાર્ય મહેશભાઇ શાષાી તપોમુર્તિ ખડેશ્વરી ઘનશ્‍યામદાસબાપુ લટુરીયા હનુમાનજી મંદિર સહિતના સંતોની ઉપસ્‍થિતિમાં જીવદયા પ્રેમી દાતાઓ સ્‍વયંમ સેવકોનુ ગદગદિત કરતુ બહુમાન કરાયુ. પાંચ હજારથી વધુ જીવદયા પ્રેમી ભાવિકોએ મહાપ્રસાદનો લાભ મેળવ્‍યો. ધારાસભ્‍ય વિરજીભાઇ ઠુંમર સહિત અનેકો રાજસ્‍વી અગ્રણી સામાજીક શૈક્ષણિક ધાર્મિક સ્‍વૈચ્‍છીક સંસ્‍થા ગ્રામ્‍ય અગ્રણીઓ ઉદ્યોગ રત્‍નો વેપારીઓ સહિત અઢારે આલમની વિશાળ ઉપસ્‍થિતિમાં નવનિર્મિત નંદીશાળામાં નંદીઓને પ્રવેશયજ્ઞ મહાપ્રસાદ અને જીવદયા પ્રેમીઓનો સત્‍કાર કરાયો હતો. આ પ્રસંગે બાર વર્ષથી દિવસ રાત ઉભા કરી કઠોર તપ કરતા તપોમુર્તી ખંડેશ્વરી ઘનશ્‍યામગીરીબાપુની ઉપસ્‍થિતિ, અબોલ જીવોના પાલનહાર ગોવિંદભકત સહિત બાલકદાસ બાપુ, વિદ્વાન ભગવતાચાર્ય મહેશભાઇ શાષાી નકલંગ આશ્રમના બાલકદાસબાપુની ઉપસ્‍થિતિ. ધારાસભ્‍ય ઠુંમર સહિત અનેક રાજસ્‍વી અગ્રણી, સામાજીક, શૈક્ષણિક, સ્‍વૈચ્‍છિક, ગ્રામ્‍ય અગ્રણીઓની વિશાળ હાજરી હતી. દામનગર શહેરીજનો અને ગ્રામ્‍ય વિસ્‍તારમાંથી હજારો ભાવિકોએ સવારથી યજ્ઞ નારાયણના દર્શન માટે પધાર્યા હતા. પાંચ હજારથી વધુ ભાવિકોએ મહાપ્રસાદ લીધો હતો. સ્‍વયંસેવકો અને ભુમિદાતાનું બહુમાન કરાયુ હતુ. (તસ્‍વીર - અહેવાલ : વિમલ ઠાકર, બગસરા)

(12:19 pm IST)