Gujarati News

Gujarati News

News of Tuesday, 4th June 2019

મોટાદડવા પાસે છોટા હાથીના ચાલકે હડફેટે લેતા બટુકભાઇ ડાંગરનું મોત

 રાજકોટ, તા.૪: આટકોટના મોટાદડવા પાસે ચાલીને જઇ રહેલા આહીર પ્રૌઢને છોટાહાથીના ચાલકે હડફેટ ેલેતા તેનું સારવાર દરમ્‍યાન મોત નિયજયુ હતું.

મળતી વિગત મુજબ મોટાદડવા ગામમાં રહેતા બટુકભાઇ ભીખાભાઇ ડાંગર(ઉ.વ.૪૫)ગઇકાલે પોતાના ઘરેથી ચાલીને જતા હતા ત્‍યારે મોટાદડવા ગામે પાસે જી.જે.૨૭ ટી-૫૭૪૧ નંબરના છોટાહાથીના ચાલકે હડફેટે લેતા બટુકભાઇને બંને હાથ તથા પગનાં ભાગે ગંભીર ઇજા કરી હતી બનાવ ચાલક છોટાહાથી મુકી નાશી ગયો હતો. બાદ આસપાસના લોકો એકઠા થઇ જતા ઇજાગ્રસ્‍ત બટુકભાઇને સારવાર માટે હોસ્‍પિટલે ખસેડાયા હતા ત્‍યાં તેનું સારવાર દરમ્‍યાન મોત નિયજયુ હતું. આ અંગે આટકોટ પોલીસ મથંકના પીએમ આઇ કે.પી.મેહતાએ તપાસ આદરી છે.

(11:49 am IST)