Gujarati News

Gujarati News

News of Tuesday, 4th June 2019

૨૨ વર્ષનો રેકોર્ડ તુટયો

લખતરમાં ૫૦.૧ ડીગ્રી તાપમાન નોંધાયું

રાજકોટ, તા.૪: છેલ્લા ૭ દિવસથી ગુજરાતમાં શરૂ થયેલી હીટવેવની અસર વચ્ચે ઊતરી રહેલો ઉનાળો વધુ આકરો અને ભારાડી બન્યો છે. ગઇકાલે ગુજરાતનું સૌથી ગરમ શહેર અમરેલી રહ્યું હતું. અમરેલીમાં મહત્તમ તાપમાન ૪૭.૧ ડિગ્રી નોંધાયુંહતું, જયારે સુરેન્દ્રનગરમાં ૪પ.પ રાજકોટમાં ૪પ.૩, ગાંધીનગરમાં ૪પ અને અમદાવાદમાં ૪૪.૪ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.

સૌથી મહત્વની વાત એ છે કે ગઇકાલે ગિરનારની પહેલી ટૂંક પર ૪૯.૧ ડિગ્રી તો સુરેન્દ્રનગર જિલ્લાના લખતરમાં ૫૦.૧ ડિગ્રી સાથે આ સીઝનનું જ નહીં, છેલ્લા બાવીસ વર્ષનું મહત્તમ તાપમાન નોંધાયું હતું. ગુજરાત હવામાન વિભાગની આગાહી મુજબ આવતા ૪૮ કલાક ગુજરાતમાં હજી પણ રેડ અને ઓરેન્જ અલર્ટ અકબંધ રહેશે. હવામાન વિભાગની આ આગાહી પછી ગુજરાત બહારથી આવતા પેસેન્જર્સ માટે ગુજરાતના હેલ્થ ડીપાર્ટમેન્ટે કેટલીક મહત્વની સૂચના જાહેર કરી હતી, જેમાં આખી સ્લીવ્ઝનાં સુતરાઉ શર્ટસ પહેરવા અને માથું ઢાંકેલું રાખવાની સલાહ આપવામાં આવી છે અને સાથોસાથ સવારે ૧૧થી સાંજે પાંચ વાગ્યા સુધી બહાર નહીં નીકળવાની સૂચના પણ આપવામાં આવી છે.

(10:36 am IST)