Gujarati News

Gujarati News

News of Monday, 4th June 2018

ઓઝત નદીમાં ખનનના વિરોધમાં વંથલી સજ્જડ બંધ

જૂનાગઢના વંથલીના ઓઝત નદીમાં ખનનના વિરોધમાં ગ્રામજનોએ સજ્જડ બંધ પાળ્યો હતો નદીમાં ખનન પ્રવૃત્તિ સામે ખેડૂતોમાં નારાજગી જોવાઈ છે ભૂમાફિયાઓ  વંથલીની ઓઝત નદીમાં ગેરકાયદે ખનન કામગીરી કરી હતી. જેની સામે ખેડૂતોએ વિરોધ કરતા એક ખેડૂત અગ્રણીનું અપહરણ કરી માર મારવા અને જીવલેણ હુમલો થયાનો આક્ષેપ લાગી ચુક્યો છે. તેવામાં ઓઝત નદીમાં તંત્રએ રેત ખનનની પરમીટ ઈશ્યુ થતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે.

(1:43 pm IST)