Gujarati News

Gujarati News

News of Monday, 4th June 2018

ધોરાજીના રોઝદાર મુસ્લિમ શખ્સનું ટ્રક અકસ્માતે મૃત્યુ

ધોરાજી તા. ૪ :.. એક તરફ પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે અને લોકો ખુદાની ઇબાદત માટે રોજાઓ રાખી રહ્યા છે. ત્યારે બહારપુરા વિસ્તારમાં રહેતા વાહીદભાઇ આહમદ ચૌહાણ ઉ.૪૬ પોતે રોજાઓ રાખેલ અને કામ સબબ જામકંડોરણાથી પરત આવતા હોય ત્યારે વેગડી જીઆઇડીસી પાસે ટ્રકે હડફેટે લેતા ટ્રકના વ્હીલમાં આવી જતા વાહીદભાઇનું ઘટના સ્થળે કરૂણ મોત થયેલ હતું.

પવિત્ર રમાઝન માસમાં અવસાન થતાં મુસ્લીમ સમાજમાં ઘેરા શોકની લાગણી ફેલાય હતી. મરણ જનારને ૩ પુત્રો હતાં. પોતે મેળામાં ફજર ફારકાનું કામ કરતા હતાં.

મરણ જનારની ડેડ બોડી ધોરાજી સરકારી દવાખાના લાવાતા મુસ્લીમ સમાજના લોકો દોડી આવેલ હતાં.

આ બનાવ અંગે ધોરાજીના પીએસઆઇ પી. જે. બાંટવા તપાસ ચલાવી રહેલ છે. (પ-૧૧)

(11:59 am IST)