Gujarati News

Gujarati News

News of Monday, 4th June 2018

સાવરકુંડલાના આંબરડી ગામે ખેડુતોએ રસ્તામાં શાકભાજી, દુધ અને છાશ ઢોળ્યા

સાવરકુંડલા તા ૪ :  દેશમાં ચાલી રહેલા આંદોલનના પડઘા મોડા મોડા પણ ગુજરાતમાં પડયા હતા. મોટી સંખ્યામાં ખેડુતો આ આંદોલનમાં જોડાયા હતા સાવરકુંડલાના આંબરડી ગામે  ખેડુતો એ રસ્તા પર શાકભાજી, દુધ અને છાશ વગેરે ઢોળીને સરકારનો વિરોધ કર્યો હતો.સરકાર વિરૂધ્ધ સુત્રોચાાર કરીને પોતાનો રોષ પ્રકટ કર્યો હતોે

ખેડુતોએ આંબરડીની બજારોમાં આવીને માર્કેટીંગ યાર્ડમાં વેચવા જઇ રહેલ શાકભાજી અને અન્ય જીવન જરૂરી વસ્તુઓને રસ્તા પર ઢોળીને સરકાર વિરૂધ્ધ સુત્રોચાર કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ૧ તારીખથી ચાલી રહેલા આંદોલનની કોઇ અસર ગુજરાતમાં અત્યાર સુધી જોવા મળી નહોતી

(11:58 am IST)