Gujarati News

Gujarati News

News of Monday, 4th June 2018

દ્વારકાધીશ મંદિર પરિસરમાં મોબાઇલ વિડીયો વાયરલની ઘટનામાં કલેકટરને રિપોર્ટ સોંપાયો

દ્વારકા તા. ૪ :.. દેવભૂમિ દ્વારકા જીલ્લાના દ્વારકાધીશ મંદિરમાં શરદ પૂનમ ઉત્સવ વખતે મંદિર પરિસરમાં પ્રતિબિંધીત હોવા છતાં મોબાઇલ જેવા ઉપરકરણ થી ઉત્સવનું ફેસબુકના માધ્યમથી લાઇવ પ્રસારણ થતાં ભારે હોબાળો મચી ગયો હતો જેના અનુસંધાને દેવસ્થાન સમિતિના ટ્રસ્ટી અને ભાજપ શહેર પ્રમુખ પરેશ ઝાપરીયાએ મુખ્યમંત્રી સહિતના સંબતિ તોને લેખીત રજૂઆત કરી જાણ કરતા દ્વારકાના પી. આઇ. દેકવાડીયાએ દ્વારકાના સ્થાનીક રહીશ નલીનભાઇ ને બોલાવી ને તપાસ હાથ ધરતા તેઓ તેમની ભુલ સ્વીકારીને માફી પત્ર લખી આપતા જીલ્લા કલેકટરના જાહેરનામાં ના ભંગ અંગે પોલીસે જીલ્લા કલેકટરનું માર્ગદર્શન માંગી વધુ તપાસના આદેશની રાહ જોઇ રહી છે.

પરંતુ દ્વારકામાં થતી ચર્ચા અનુસાર આ ઉત્સવમાં વીસ જેટલા સ્થાનીકો ત્થા યાત્રીકો દ્વારા આ ઉત્સવનું ફેસ બુક ઉપર પ્રસારણ થયુ હોય તો પછી માત્ર એક જ ભકિતનું નિવેદન શા માટે તેવો પ્રશ્ન પણ પ્રજામાં ઉઠવા પામ્યો છે અને આ પ્રકરણમાં તરેહ તરેહ ની વાતો અને અનુમાન થઇ રહ્યા છે. હવે જીલ્લા કલેકટર શું આદેશ કરે છે અને આ પ્રકરણ કેવો વળાંક લ્યે છે તેના પર સૌ પ્રજાજનો ત્થા ભાવિકોની મીટ મંડાયેલી છે.

પોલીસ ત્થા દેવસ્થાન સમિતિએ મંદિરમાં મોબાઇલ સહિતના ઉપકરણો પર પ્રવેશ બંધી હોય મંદિરના તમામ પ્રવેશ દ્વાર પર કડક હાથે ચેકીંગ કરવા અને જરૂર જણાયે કાનુની પગલા લેવા સુચના અપાઇ છે.

મારૂ એકનું નિવેદન અને માફી પત્ર શા માટેઃ નલિનભાઇ

નલીનભાઇ પત્રકારોને જણાવ્યુ હતું કે દ્વારકાધીશ મંદિરમાં વિડીયો ફેસ બુક બાબતે પોલીસ દ્વારા માત્ર મારૂ એકનું જ નિવેદન નોંધવામાં આવ્યુ હોય છે પરંતુ એકથી વધુ લોકોએ ફેસ બુક ઉપર થી આ ઉત્સવનું લાઇવ કર્યુ છે જેથી નલીનભાઇ આ બાબતે ઉગ્ર રોષ સાથે નારાજગી પણ વ્યકત કરી છે.

આગળ પગલા લેવાશે

દેવસ્થાન સમિતિના વહીવટી દાર ત્થા પ્રાન્ત અધિકારી જાડેજાએ જણાવ્યું છે કે દેવસ્થાન સમિતિએ પોલીસને પાંચ દિવસમાં આ પ્રકરણમાં રીપોર્ટ આપવા આદેશ કર્યો છે. જેની તપાસ ચાલી રહી છે. દેવસ્થાન સમિતિ પાસે દિવસમાં વિગતવાર રીપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી થઇ શકે.

સી. સી. કેમેરા તપાસે  તો દૂધનું દૂધ થઇ જાય ?

પરિસરના તમામ વિસ્તારોમાં સુરક્ષાને લઇને સી. સી. કેમેરા પણ મુકવામાં આવ્યા છે. જો પોલીસ અને દેવસ્થાન સમિતિ આ ઉત્સવના કાર્યક્રમનું સી. સી. કેમેરામાં થયેલ રેક્રોડીંગ તપાસે તો પણ કેટલી વ્યકિતઓ ફેસ બુધના માધ્યમથી આ ઉત્સવ પ્રસિધ્ધ કર્યો છે તે બહાર આવી જાય તેમ છે. (પ-૧ર)

 

(11:56 am IST)