Gujarati News

Gujarati News

News of Monday, 4th June 2018

આ વખતે વાવાઝોડા સાથે પાછોતરો વરસાદઃ ૧૦ જૂનથી વાવણી લાયક મહેર

જૂનાગઢ ખાતે વર્ષા વિજ્ઞાન મંડળના સભ્‍યોની આગાહી

જૂનાગઢ, તા. ૪ :. આ વખતે વાવાઝોડા સાથે પાછતરો વરસાદ હોવાની અને ૧૦ જૂનથી વાવણી લાયક મહેર થવાની આગાહી વર્ષા વિજ્ઞાન મંડળના સભ્‍યોએ કરી છે.

જૂનાગઢ કૃષિ યુનિ.ના આંગણે આજે સવારથી વર્ષા વિજ્ઞાન મંડળના સભ્‍યોનું સંમેલન યોજાયુ હતું. જેમા ૨૦૦ જેટલા આગાહીકારોએ ભાગ લીધો હતો.

આ સંમેલનનું દિપ પ્રાગટય કૃષિ યુનિ.ના કુલપતિ ડો. એ.આર. પાઠક અને નિયામક ડો. પારખીયાએ કર્યુ હતું.

વર્ષા વિજ્ઞાન મંડળના ૨૪ સંમેલનમાં ભાગ લેતા આગાહીકારોએ વર્તારો આપતા જણાવેલ કે આ વર્ષ ૧૦ થી ૧૪ આની થશે. વરસાદ પાછોતરો છે અને વાવાઝોડા સાથે વરસાદ થવાની શકયતા છે.

આગાહીકારોએ જણાવેલ કે, આગામી તા. ૧૦ જૂનથી વાવણી લાયક મેઘમહેર શરૂ થઈ જશે. આ વર્ષે દિવાળી સુધી મેઘકૃપા થવાની આગાહી કરવામાં આવી હતી.

વર્ષા વિજ્ઞાન મંડળના સભ્‍યોએ જણાવેલ કે, આ વર્ષે વરસાદ સારો રહેશે સાથે સાથે કુદરતી આપત્તિ વાવાઝોડાનો પણ સામનો કરવાની તૈયારીઓ રાખવી પડશે.

(11:38 am IST)