Gujarati News

Gujarati News

News of Monday, 4th June 2018

માળીયા મિંયાણા પાસે ૩૩ લાખના દારૂ સાથે બે શખ્સો પકડાયા

દારૂ ભરેલો ટ્રક હરીયાણાથી કચ્છ જતો'તોને આર.આર. સેલની ટીમે ઝડપી લીધો : ૧૧૦૮૮ દારૂની બોટલ અને ટ્રક સહિત ૪૩.૨૭ લાખનો મુદ્દામાલ કબ્જે : અન્ય બે શખ્સોના નામો ખુલ્યા

તસ્વીરમાં દારૂનો જથ્થો અને ટ્રક નજરે પડે છે. (તસ્વીર : પ્રવિણ વ્યાસ, મોરબી)

 મોરબી તા. ૪ : માળિયા મિયાણાની અણીયારી ચોકડી પાસેથી મોટો દારનો જથ્થો લઈને ટ્રક પસાર થવાનો હોવાની બાતમની આધારે આર.આર.એલ ટીમે દરોડો પાડી ને ૧૧ હજારથી વધુની દારૂની બોટલ એક ટ્રક અને બે શખ્સો સહિત રૂપિયા ૪૩ લાખથી વધુ દારૂનો જથ્થો જપ્ત કર્યો અને અન્ય બે આરોપી ના નામ ખુલતા તેને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે.

મળતી વિગતો મુજબ રાજકોટ રેન્જ આઈ.જી. ડી.એન.પટેલની સૂચના મુજબ ઙ્ગરેન્જમાં દારૂની બદી નાબુદ કરવા માટે આર.આર.સેલ ટીમ કાર્યવહી કરતી હોય છે જેમાં ગત સાંજે આર.આર.સેલ ના પી.એસ.આઈ. કૃણાલ પટેલ ને બાતમી મળી હતી કે હરિયાણાથી દારૂ ભરીને એક ટ્રક માળિયા પાસેથી પસાર થવનો છેઙ્ગ જેના આધારે આર.આર.સેલ ટીમ માળિયા અમદાવાદ હાઈવે પર અણિયારી ટોલનાકા પાસે વોચમાં હતી ત્યારે રાત્રીના સમયે એચ.આર.૬૬ એ ૧૬૦૩ નંબરનું શકાસ્પદ ટ્રક નીકળતા તેને રોકી ચેક કરતા તેમાંથી જુદી જુદી બ્રાન્ડની ૧૧૦૮૮ દારૂની બોટલ કીમત રૂપિયા ૩૩,૨૬,૪૦૦ તેમજ ટ્રક કીમત રૂપિયા ૧૦,૦૦,૦૦૦ લાખ અને મોબાઈલ નગ ૩ કીમત રૂપિયા ૧૫૦૦ આમ કુલ મળી રૂપિયા ૪૩,૨૭,૯૦૦ મુદામાલ સાથે સત્યવીર હરચદ ગુર્જર અને અશોકકુમાર ગણેશકુમાર ભાદુ સહિતના બે શકશોને ઝડપી લીધા હતા અને અન્ય બે આરોપી જગતસિંહ શ્યામલાલ અને જીતેન્દ્ર હવલાદાર સહિતના બે નામ ખુલતા તેને ઝડપવ ની કાર્યવાહી કરી આ અગે આર.આર.સેલ માળિયા પોલીસ મથકમાં ગુનો નોધાવ્યો છે છે.

પ્રાથમિક તપાસમાં દારૂનો જથ્થો હરિયાણા થી કચ્છ તરફ જતો હતો પણ કચ્છ માં કયાં દારૂનો જથ્થો જતો અને કેટલાય સમયથી આ દારૂની હેરાફેરી થતી જેની વધુ તપાસ આર.આર.સેલ ચલાવી રહી છે પણ આવડો મોટો દારૂનો જથ્થો મોરબી સુધી હરિયાણાથી પહોંચી ગયો તો ગુજરાતના અન્ય જગ્યા પોલીસની કેમ ખબર ના પાડી તે પણ ચર્ચાનો વિષય છે.

(12:01 pm IST)