Gujarati News

Gujarati News

News of Monday, 4th June 2018

ચોટીલા પોલીસ સ્ટેશનમાં યોજાયેલ લોકદરબારમાં ટ્રાફિક સહિત પ્રશ્નો રજૂ

ચોટીલા તા. ૪ : પોલીસ સ્ટેશન ખાતે એસપીનાં ઇન્સ્પેકશન દરમ્યાન યોજાયેલ લોક દરબારમાં લોકોએ અનેક મુશ્કેલી અંગે રજુઆત કરી પોલીસને કડક કાર્યવાહી કરવા રજુઆત કરાતા અધિકારી દ્વારા સમયાંતરે કડક થવાની ખાતરી આપવામાં આવેલ હતી.

એસપી દિપક કુમાર મેઘાણી, ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, પીઆઇ પી.ડી.પરમાર ની ઉપસ્થિતિમાં લોક દરબાર યોજવામાં આવેલ જેમા સ્થાનિક રાજકિય, સામાજિક આગેવાનો સાથે વેપારી અગ્રણીઓ હાજર રહેલ હતાઙ્ગ

પોલીસવડાને શહેરમાં લાયસન્સ વગરનાં બાઇક સવારો ઉપર કાયદાનો દંડો ઉગામવા તેમજ આણંદપુર રોડ, થાનરોડ ઉપર લારીધારકોનાં દબાણને કારણે સર્જાયેલી ટ્રાફિક સમસ્યા નિવારણ સાથે વેકેશન ખુલે પછી શાળાઓ તરફ જવાના રસ્તાઓ ઉપર જામતા રોમીયોગીરીનાં અડીંગા સામે લાલા આંખ કરવા અને શહેરનાં મુખ્ય ટાવરચોકમાં સીસીટીવી કેમેરા મુકાવા માટે તેમજ ઝુપડામાં ચાલતા દેશી દારૂનાં વેપાર ઉપર તવાઇ લાવવાની સાથે વધતા ચોરીનાં બનાવો સામે હોમગાર્ડ, જીઆરડી, પોલીસનો નાઇટ બંદોબસ્ત વધારવા માટેની રજુઆતો કરવામાં આવેલ હતી.

પોલીસ વડાએ તમામ પ્રશ્ર્ને ધટતુ કરાશે તેવી ખાતરી આપતા જણાવેલ કે સમયાંતરે એન્ટિ રોમીયો સ્કવોડ ખાનગીમાં આવશે અને શાળાઓ તરફનાં અડીંગાઓ કરનારાને સબક આપશે ટ્રાફિક અને વાહાન વ્યવહાર સમસ્યા સ્થાનિક પોલીસ દવારા ઉકેલવામાં આવશે અને સીસીટીવી માટે લોક ભાગીદારી થકી વધુ કેમેરા ગોઠવવા કામગીરી કરવા સુચન કરેલ હતા.(૨૧.૪)

(9:31 am IST)