Gujarati News

Gujarati News

News of Monday, 4th June 2018

ચોટીલા પાસે કોઝવેનું કામ કયારે ?

ચોટીલા : તાલુકાનાં ૧૫ થી વધુ ગામડાઓ અને સાયલા તાલુકાને જોડતો મહત્વનો રસ્તો ધરાવતા પીપરાળી - મોરસલ ભોગાવા ઉપર આવેલ બેઠા કોઝવેનું ગત વર્ષે અતિવૃષ્ટિને કારણે ધોવાણ થયેલ હતું. દર ચોમાસામાં સમસ્યા બનતા આ કોઝવે ઉપર પુલ બનાવવાની લોકોની માંગણી હતી તંત્ર દવારા કાયમી ઉકેલ લાવવાની મૌખીક વાતો કરવામાં એક વર્ષ પસાર કરવામાં આવેલ છે પરંતુ ના તો પુલ બન્યો કે ના આ નુકશાન પામેલ કોઝવેની મરામત કરવામાં આવી જેથી આસપાસની ગ્રામ્ય પ્રજામાં તંત્રની લાપરવાહી સામે રોષની લાગણી વ્યાપી છે. પીપરાળીનાં સરપંચ દુદાભાઇ ચાવડાએ લાગતા વળગતા તંત્રને લેખીત જણાવ્યું છે કે આ કોઝવે તુટી જતા સામાન્ય પ્રજા અને વાહાન વ્યવહારને મુશ્કેલી ભોગવવી પડે છે આ પુલ માટે તંત્ર દવારા તાત્કાલીક પગલા નહી લેવાય તો આ ચોમાસામાં ૧૫ ગામો તાલુકા મથક થી સંપર્ક વિહોણા થશે. ધોવાણ થયેલ પુલની જગ્યાની તસ્વીર.

(9:31 am IST)