Gujarati News

Gujarati News

News of Monday, 4th June 2018

મોરબી જીલ્લામાં ફરજ બજાવતા ૩૯ પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી

૨૫ પોલીસ કોન્સ્ટેબલ, ૧૩ હેડ કોન્સ્ટેબલ અને એક એએસઆઈનો સમાવેશ

મોરબી જીલ્લામાં ફરજ બજાવતા ૩૯ પોલીસ કર્મચારીઓની જીલ્લામાં આંતરિક બદલી કરવામાં આવી છે જેમાં ૨૫ પોલીસ કોન્સ્ટેબલ, ૧૩ હેડ કોન્સ્ટેબલ અને એક એએસઆઈનો સમાવેશ થાય છે.

મોરબી જીલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડ દ્વારા જીલ્લાના ૩૯ પોલીસકર્મીની બદલી કરવામાં આવી છે જીલ્લા પોલીસવડા દ્વારા કરવામાં આવેલી બદલીમાં એક ASI ઉઉપ્રંત ૧૩ HC અને ૨૫ પોલીસ કોન્સ્ટેબલની આંતરિક બદલી કરવામાં આવી છે.

(9:00 pm IST)