Gujarati News

Gujarati News

News of Tuesday, 4th May 2021

માળિયા ( મી.) મોરબી બાદ હવે જયદીપ એન્ડ કું.દ્રારા વાંકાનેર તાલુકામાં કોરોના રેપિડ ટેસ્ટ કેમ્પ

આજે ખેરવા ગામે કેમ્પ યોજાયો જેમાં ૧૦૦ માંથી ૩ કેશ પોઝીટીવ આવ્યા.

વાંકાનેર તાલુકાના ખેરવા ગામે જયદીપ એન્ડ કંપની વવાણીયાના સૌજન્યથી કોરોના રેપીડ ટેસ્ટ કેમ્પ યોજવામાં આવ્યો હતો

મોરબીના સ્વ. ઉદયસિંહજી મનુભા જાડેજા પરિવાર જયદીપ એન્ડ કંપની મોરબી વવાણીયા દ્વારા મોરબી અને માળિયા તાલુકામાં કોરોના રેપીડ ટેસ્ટ કેમ્પની કામગીરી કરવામાં આવી હતી તે ઉપરાંત હવે વાંકાનેર તાલુકામાં કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં વાંકાનેર તાલુકાના ખેરવા ગામે જયદીપ એન્ડ કંપનીના સૌજન્યથી કોરોના રેપીડ ટેસ્ટ કેમ્પ યોજવામાં આવ્યો હતો

(7:13 pm IST)
  • ચુંટણીઓ પુરી થતાં જ પેટ્રોલ-ડીઝલના ભાવમાં ૨૦ થી ૨૫ પૈસાનો વધારો ઝીંકાયો : દેશના પાંચ રાજયોમાં ચુંટણી પુરી થતાંવેંત જ આજે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી એકવાર વધારો ઝીંકાયો છે. પેટ્રોલમાં ૨૦ પૈસા અને ડીઝલનાં ભાવમાં પ્રતિ લિટરે ૨૫ પૈસાનો વધારો થયો છે. access_time 10:38 am IST

  • સાંજે ૬ વાગ્યે : રાજકોટમાં ૪૧.૨ ડિગ્રી : તાપ અને બફારા વચ્ચે ૧૪ કિ.મી.ની ઝડપે પવનો ફૂંકાઈ રહ્ના છે. હવામાન વિભાગ કહે છે હજુ ઍકાદ - બે દિવસ ૪૧ ડિગ્રી આસપાસ તાપમાન રહેશે : બાદ ૧ થી ૨ ડિગ્રી વધવા સંભવ access_time 5:48 pm IST

  • આંધ્રપ્રદેશ સરકારે જાહેર કર્યું છે કે રાજ્યમાં કોરોના સંક્રમણ વધતા, રાજ્યમાં 5 મેં થી 14 દિવસ માટે આંશિક કર્ફ્યુ લાગુ કરવામાં આવશે : બધી દુકાનો સવારે 6 થી બપોરે 12 વાગ્યા સુધી જ ખુલી શકશે અને ફક્ત આવશ્યક સેવાઓને જ મંજૂરી આપવામાં આવશે access_time 8:38 pm IST