Gujarati News

Gujarati News

News of Tuesday, 4th May 2021

અમરેલી જીલ્લાના પીઠવાજાળના ૮૨ વર્ષીય પરષોત્તમભાઇ કોરોના સામે જીત્યા

ઘર પરિવારની જેમ ડોકટરો અને નર્સ સ્ટાફે સંભાળ રાખી : પરષોત્તમભાઇના પુત્ર ગોવિંદભાઇ

અમરેલી,તા. ૪: હાલ સમગ્ર રાજયમાં જયારે કોરોનાએ ફરી માથું ઉચકયું છે ત્યારે મોટી ઉંમરના વડીલો માટે અત્યંત જોખમી હોવાથી રાજય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા ૫૦ વર્ષથી વધુ વયના નાગરિકોને ખાસ સાવચેતી રાખવા વારંવાર અનુરોધ કરવામાં આવે છે. આમ છતાં વડીલો પણ કોરોનાથી સંક્રમિત થયા છે. અમરેલીના પીઠવાજાળના ૮૨ વર્ષીય પરષોત્ત્।મભાઇ પોપટભાઈ દેસાઈ કોરોના સંક્રમિત થયા હતા. પરંતુ તેમની હિંમત અને તબીબોના સારવાર થકી તેઓએ કોરોનાને હરાવ્યો છે.

પરષોત્ત્।મભાઈના પુત્ર ગોવિંદભાઈએ જણાવ્યું હતું કે પિતાને બે દિવસ તાવ, શરદી જેવા લક્ષણો જણાતા તાત્કાલિક રિપોર્ટ કરાવ્યો હતો અને એમાં ૫૬.૪ જેટલું સંક્રમણ હતું પણ ઓકિસજન લેવલ મેન્ટેન રહેતા પહેલા દ્યરે જ સારવાર કરી હતી. પરંતુ ઓકિસજન લેવલ થોડું નીચે જતા અમે તાત્કાલિક નર્સિંગ કોલેજ ખાતે શરુ કરવામાં આવેલી ડેઝિગ્નેટેડ કોવીડ હોસ્પિટલમાં એડમિટ કર્યા હતા.

હોસ્પિટલના સ્ટાફની સરાહના કરતા ગોવિંદભાઈએ કહ્યું કે, ઘર પરિવારની જેમ ડોકટરો અને નર્સ સ્ટાફે સંભાળ રાખી હતી. દરરોજની સ્થિતિની જાણકારી મળતી. પરષોત્ત્।મભાઈની સંપૂર્ણ સારવાર હોસ્પિટલના તમામ તબીબો તેમજ નર્સિંગ સ્ટાફના સહકારથી કોરોનામુકત કરવા સફળતા મળી છે.

અમરેલી નર્સિંગ કોલેજ ખાતે શરુ કરવામાં આવેલી ડેઝિગ્નેટેડ કોવીડ હોસ્પિટલના રેસિડેન્ટ ડો. નિલેશ દેથલીયાએ જણાવ્યું હતું કે હોસ્પિટલમાં આવ્યાં ત્યારે પરષોત્ત્।મભાઈને શ્વાસ લેવામાં ઘણી તકલીફ થતી હતી. તેઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો તેમજ તેમનું ઓકિસજન લેવલ પણ દ્યણું નીચું રહેતું એટલે એમને દાખલ કરવામાં આવ્યા હતા. તેઓએ ઘણા દિવસ બાદ તબીયતમાં સુધારો થતા આજે એમને રજા આપી હતી. અન્ય ગંભીર રોગોમાં તેમજ કોરોનાના ક્રિટીકલ કેસોમાં હોસ્પિટલમાં સારવાર આપી અનેક દર્દીઓના જીવન બચાવી શકાયા છે.

: સંકલન :

સુમિત ગોહીલ

માહિતી ખાતુ અમરેલી

(12:58 pm IST)