Gujarati News

Gujarati News

News of Tuesday, 4th May 2021

જુનાગઢમાં કમોસમી વરસાદ બાદ અસહય ઉકળાટ બફારો

લઘુતમ તાપમાન ર૪.૯ ડીગ્રીથી લોકો પરેશાન

(વિનુ જોશી) જુનાગઢ તા.૪ :  જુનાગઢમાં ગઇકાલના કમોસમી વરસાદ  બાદ સવારથી અસહય ઉકળાટ અને બફારોએ માજા મુકતા લોકો પરસેવે રેબઝેબ થઇ ગયા છે.

જુનાગઢ સહિત આસપાસના વિસ્તારોમાં સોમવારની સાંજે કમોસમી વરસાદ થયો હતો. છેલ્લા ૧૬ દિવસમાં ગઇકાલે ત્રીજી વખત કમોસમી વરસાદ થતાં ખેડુતો સહિત લોકો ચિંતાતુર થઇ ગયા હતા. સાંજના માવઠા બાદ આખીરાત્રી મંદ-મંદ પવન વચ્ચે ગરમી રહી હતી. આજે સવારે વાતાવરણમાં ૮૩ ટકા ભેજની વચ્ચે ઉકળાટ બફારો શરૂ થયો હતો.

સવારે જુનાગઢનું લઘુતમ તાપમાન ર૪.૯ ડીગ્રી રહયુ હતુ અને પવનની પ્રતિ કલાકની ઝડપ પ.૧ કિ.મી.ની રહી હતી.

(12:56 pm IST)