Gujarati News

Gujarati News

News of Tuesday, 4th May 2021

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ જૂનાગઢની સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓના સગા-સંબંધીઓ સાથે સંવાદ કરીને હોસ્પિટલમાં અપાતી આરોગ્ય સેવાઓની પ્રત્યક્ષ માહિતી મેળવી

જુનાગઢ : મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ આજે જૂનાગઢની સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓના સગા-સંબંધીઓ સાથે સંવાદ કરીને  હોસ્પિટલમાં અપાતી આરોગ્ય સેવાઓની પ્રત્યક્ષ માહિતી મેળવી હતી અને દાખલ દર્દીઓ વિષે ખબર અંતર પૂછ્યાં હતા. સરકાર લોકોની પડખે ઉભી છે, દર્દીઓને તમામ પ્રકારની વ્યવસ્થાઓ પૂરી પાડવામાં આવશે. તેમ જણાવ્યું હતું. (અહેવાલ:વિનુ જોશી, તસવીર: મુકેશ વાઘેલા- જુનાગઢ)

(12:48 pm IST)
  • આજે ફરી રાજકોટ શહેર - જિલ્લામાં કોરોના ધુણ્યો : આજે સાંજ સુધીમાં રાજકોટ શહેરમાં 593 અને ગ્રામ્યના 133 કેસ સાથે કુલ 726 નવા કોરોના ના કેસ નોંધાયા access_time 7:30 pm IST

  • સાંજે ૬ વાગ્યે : રાજકોટમાં ૪૧.૨ ડિગ્રી : તાપ અને બફારા વચ્ચે ૧૪ કિ.મી.ની ઝડપે પવનો ફૂંકાઈ રહ્ના છે. હવામાન વિભાગ કહે છે હજુ ઍકાદ - બે દિવસ ૪૧ ડિગ્રી આસપાસ તાપમાન રહેશે : બાદ ૧ થી ૨ ડિગ્રી વધવા સંભવ access_time 5:48 pm IST

  • આજે પોરબંદર ઇલેક્ટ્રીક સ્મશાન ગૃહમાં 14 મૃતદેહ ને અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો જેમાં બે કોરોના પોઝિટિવ નો સમાવેશ થાય છે access_time 11:34 pm IST