Gujarati News

Gujarati News

News of Tuesday, 4th May 2021

શનીવારથી શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પૂ. મોરારીબાપુની શ્રોતાઓ વગર ઓનલાઇન શ્રીરામકથા

રાજકોટ તા. ૪ : સોમનાથ મહાદેવના સાનિધ્યમા તા. ૮ ને શનીવારથી પૂ. મોરારીબાપુના વ્યસાસને ઓનલાઇન શ્રીરામકથાનું આયોજન કરાયુ  છે.

પૂ. મોરારીબાપુ કોરોના મહામારીમાં શ્રોતાઓ વગર ઓનલાઇન શ્રીરામકથાનું રસપાન કરાવશે જેનું લાઇવ પ્રસારણ પૂ. મોરારીબાપુની યુ-ટયુબ ચેનલ અને આસ્થા ચેનલ ઉપર જીવંત પ્રસારણ કરાશ.ે

પૂ. મોરારીબાપુની ૮પ૯ મી કથાનું તા.૮ ને શનીવારે સાંજે ૪ થી ૭ અને તા. ૯ થી ૧૬ મે સુધી દરરોજ સવારે ૧૦ થી બપોરના ૧ વાગ્યા સુધી આયોજન કરાયું છે.

કોઇપણ ભાવિકોને શ્રીરામકથાનું રસપાન કરવા રૂબરૂ ન આવવા  પૂ. મોરારીબાપુએ અપીલ કરી છે.

(11:59 am IST)
  • આજે ફરી રાજકોટ શહેર - જિલ્લામાં કોરોના ધુણ્યો : આજે સાંજ સુધીમાં રાજકોટ શહેરમાં 593 અને ગ્રામ્યના 133 કેસ સાથે કુલ 726 નવા કોરોના ના કેસ નોંધાયા access_time 7:30 pm IST

  • હિંસા કેમ થાય છે ? મમતાની સરકાર પાસે મોદી સરકારે રિપોર્ટ મગાવ્યો :ચૂંટણી પછીની શરૂ થયેલ હિંસા અંગે પશ્ચિમ બંગાળ સરકાર પાસે રિપોર્ટ મંગાવતી કેન્દ્ર સરકારઃચૂંટણી પરિણામો બાદ પશ્ચિમ બંગાળમા ઠેર ઠેર થઈ રહેલા તોફાનો મુદ્દે કેન્દ્રીય ગૃહ મંત્રાલયએ રાજ્ય સરકાર પાસે રિપોર્ટ મંગાવ્યો છે. access_time 3:18 pm IST

  • અભિનેત્રી કંગના રનૌતનું ટ્વીટર ઍકાઉન્ટ સસ્પેન્ડ બંગાળના ચૂંટણી પરિણામ બાદ થયેલી હિંસા મુદ્દે આપત્તીજનક ટ્વીટ કર્યુ હતુ access_time 12:58 pm IST