Gujarati News

Gujarati News

News of Tuesday, 4th May 2021

એશી ટકા ફેફસા ક્ષતીગ્રસ્ત છતાં કોરોનાને હરાવ્યો

ત્રણ ડોકટરોએ ના પાડી દીધા બાદ આણંદપુરના ચંદ્રાબેન ખાચર વિરનગર ખાતે સારવારથી ગંભીર કોરોનામાંથી સ્વસ્થ થયા

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ  તા. ૪ :  કોરોનાને હરાવવામાં રાજયસરકારની ગ્રામ્ય આરોગ્ય સેવાઓ પણ પૂરતી સક્ષમ છે, એમ જસદણ તાલુકાના ગામડાંની હાઇ રીસ્ક મહિલાએ સાબિત કરી આપ્યું છે.

જસદણ  નજીકના  આણંદપુર ગામના  ૫૦ વર્ષની ઉંમરના ચંદ્રાબેન ખાચરને કોરોનાનું સંક્રમણ ખૂબ વધી ગયું હતું. તેમનો સી.આર.પી.સ્કોર ૨૭૨, ડી ડાઇમર ૪૨૦૦ અને સી.ટી.સ્કેનનો સ્કોર ૧૮નો હતો. અતિ ગંભીર કહી શકાય એવા આ દર્દીને રાજકોટ બેડ મળતો ન હોવાથી તેમને વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર લઇ જવાયા. જયાં ત્રણ એમ.ડી.ડોકટરોએ આ બેનને સારું થાય તેમ નહી હોવાનું જણાવીને સારવાર કરવાની જ ના પાડી દીધી.  અંતે હારી-થાકીને તેમના પરિવારજનો ''જીવવું તો ગામમાં,  મરવું તો ગામમાં'' એમ નક્કી કરીને ચંદ્રાબેનને વીરનગરના ડેડિકેટેડ  કોવિડ હેલ્થ કેર સેન્ટર ખાતે લઇ આવ્યા. જયાં આ સેન્ટરના નોડલ ઓફિસર ડો. ધવલ ગોસાઈ તથા મેડિકલ ઓફિસર ડો. વિધિ વાઘેલા, ડો. શીતલ મેનીયા, ડો. નીલેશ બાંભણીયા અને ડો. હેતલ નકુમે સાવ નંખાઇ ગયેલા, પણ મનથી જરાય હિંમત નહી હારેલા ચંદ્રાબેનની સારવાર શરૂ કરી. ડો. ધવલ ગોસાઈ જણાવે છે કે ચંદ્રાબેનને ગ્લુકોઝની બોટલ ચડાવવા માટે નસ પકડવાની ટ્રાય કરી, ત્યાં જ ૪૨૦૦ ડી ડાઇમરને લીધે ચંદ્રાબેનને કલોટ થઇ ગયા. પરંતુ ન અમે હિંમત હાર્યા, ન ચંદ્રાબેને અમને હિંમત હારવા દીધી. સવાર-સાંજના અડધી કલાકના મહામુત્યુંજય મંત્રના જાપ, સતત કાઉન્સેલિંગ અને ચંદ્રાબેનના વિધેયાત્મક વલણને લીધે ત્રીજા દિવસથી અમને પોઝિટિવ સીગ્નલ્સ મળવા મંડયા. સતત ૧૨ દિવસની તબીબી મથામણ બાદ અમે તેમને મોતના મુખમાંથી પરત લાવી શકયા. અને તેઓ સંપૂર્ણપણે કોરોનામુકત થઇ શકયા.  ૧ મેના દિવસે ચંદ્રાબેનને હેમખેમ ઘરે પહોંચી શકયા, તેમનો સંપૂર્ણ જશ ચંદ્રાબેનના પરિવારજનો વીરનગરના કોવિડ સેન્ટરના ડો.ગોસાઈ અને તેમની ટીમને  આપે છે, અને જણાવે  છે કે  વીર નગર ખાતે સારી સારવારને લીધે અમારો પરિવાર અખંડ રહી શકયો છે. શ્રેષ્ઠ સારવાર બદલ વીરનગર ના સરપંચ અને જિલ્લા પંચાયતના સભ્ય પરેશભાઈ રાદડીયા એ પણ ડોકટરોની ટીમને અભિનંદન આપ્યા હતા. જસદણ તાલુકા કર્મચારી સહકારી મંડળીના પ્રમુખ પ્રતાપ ભાઈ ધાધલે  પણ ડોકટરોના સાચા પ્રયત્નો અને સેવાભાવની કામગીરીને બિરદાવી હતી.

(11:49 am IST)
  • પુડુચેરીમાં ડખ્ખા શરૂ :૬ સભ્યો જ હોવા છતાં ભાજપ મુ.મંત્રી પદ માગે છે : પ્રથમ દિવસે જ પુડુચેરીમાં ભાજપ અને સ્થાનિક પક્ષો વચ્ચે ડખ્ખો શરૃઃ પુડુચેરીમાં સ્થાનિક પક્ષો સાથે જોડાણ કરી ભાજપ સત્તા પર આવી રહ્યો છે ત્યારે સત્તાની વહેંચણી બાબતે પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવું થયું છે. ભાજપે માત્ર ૬ ધારાસભ્યો સાથે મુખ્યમંત્રીપદ માગતા ભાજપના મોરચામાં મતભેદો સર્જાયા છે. (ન્યુઝ ફર્સ્ટ) access_time 3:19 pm IST

  • સાંજે ૬ વાગ્યે : રાજકોટમાં ૪૧.૨ ડિગ્રી : તાપ અને બફારા વચ્ચે ૧૪ કિ.મી.ની ઝડપે પવનો ફૂંકાઈ રહ્ના છે. હવામાન વિભાગ કહે છે હજુ ઍકાદ - બે દિવસ ૪૧ ડિગ્રી આસપાસ તાપમાન રહેશે : બાદ ૧ થી ૨ ડિગ્રી વધવા સંભવ access_time 5:48 pm IST

  • આઈપીએલના બાકીના મેચો મુંબઈમાં જ રમાશે? : સપ્તાહના અંતિમ આઈપીએલના બાકી રહી ગયેલા મેચો હવે મુંબઈ ખાતે જ રમાડવામાં આવે તેવી શકયતા કોરોનાની મહામારીના પગલે આ નિર્ણય લેવાય તેવી વિચારણા ચાલી રહી હોવાનું જાણવા મળે છે. access_time 10:39 am IST