Gujarati News

Gujarati News

News of Tuesday, 4th May 2021

કોડીનારમાં રા.ના.વાળા હોસ્પિટલ ટ્રસ્ટ સંચાલિત સ્વ.મિત શિવાભાઇ સોલંકી કોવિડ હોસ્પિટલ કાર્યરત

વેન્ટીલેટર, બાયપેપ, ઓકિસજન કન્સનટ્રેટર સહિતની સુવિધા સાથે પ્રારંભિક ૧૬ બેડથી શરૂઆત કરાઇ આગામી દિવસોમાં વધુ ૧૨ બેડની સુવિધા વધારાશે : ચેરમેન હરિભાઇ વાળા રા.ના.વાળા ટ્રસ્ટ

(અશોક પાઠક દ્વારા)કોડીનાર,તા. ૪: હાલ સમગ્ર દેશ માં કોરોના કોવિડ-૧૯ની મહામારી એ હાહાકાર મચાવી દીધો છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાના દર્દીઓનો રોકેટ ગતિએ દિનપ્રતિદિન વધી રહ્યા છે,આ પરિસ્થિતિ માં કોડીનાર વિસ્તારમાં પણ કોરોનાના રોજીંદા કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે,હોસ્પિટલો માં લાંબુ વેઇટિંગ ચાલી રહ્યું છે અને લોકો ઓકિસજન માટે અહીં ઠેર ઠેર દોડધામ કરી રહ્યા છે ત્યારે આવા સમયે કોડીનાર ના પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી,પાલિકાના પૂર્વ પ્રમુખ શિવાભાઈ સોલંકી અને રાજમોતી પરીવારે કોરોના સામેની લડાઈમાં કોડીનારની પ્રજાની વ્હારે આવી કોવિડ હોસ્પિટલ શરૂ કરવા માટે કોડીનારની શ્રી.રા.ના.વાળા સ્મારક ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલને રૂપિયા ૩૦ લાખનું અનુદાન આપી બહુ ટૂંકા સમયમાં જ કોડીનાર વિસ્તારના લોકો માટે કોવિડ હોસ્પિટલ તૈયાર કરી મદદ કરતા રા.ના.વાળા ટ્રસ્ટ દ્વારા કોવિડ હોસ્પિટલ માટે જરૂરી તમામ કાર્યવાહીઓ પુરી કરતા આજથી કોડીનારની પ્રજાને કોવિડ હોસ્પિટલનો લાભ મળશે.પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી અને શિવાભાઈ સોલંકીના અનુદાનથી રા.ના.વાળા ટ્રસ્ટ સંચાલિત સ્વ.મિત શિવાભાઈ સોલંકી કોવિડ હોસ્પિટલનું આજે રાજમોતી પરીવારના સભ્યના વરદ હસ્તે તા.૩/૫ ના સોમવારે લોકાર્પણ કરી કોડીનાર તાલુકાના લોકોની સેવા માટે હોસ્પિટલ ખુલ્લી મુકવામાં આવી હતી. આ તકે ટ્રસ્ટ ના પ્રમુખશ્રી હરિભાઈ વાળાએ હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ અંગે જણાવ્યું હતું કે આ કોવિડ હોસ્પિટલમાં ૪-વેન્ટિલેટર બેડ,૩-બાયપેપ બેડ,૫- ઓકિસજન કન્સનટ્રે ટર બેડ,૪-ઓકિસજન(O2) બેડ મળી કુલ -૧૬ બેડ સાથે ની સુવિધા ધરાવતી આ કોવિડ હોસ્પિટલમાં ડો.સુમિત એ સોની -M.D,ડો.ભગીરથ ડોડીયા-M.D,ડો.અભિષેક હિરપરા-M.B.B.S,ડો.વિવેક ઠકરાર-M.B.B.S,ડો.સુનિલ પરમાર -M.B.B.S તેમની સેવાઓ આપશે.તેમજ નર્સિંગ સ્ટાફ ૨૪*૭ ઓબ્ઝર્વેશનમાં દર્દીઓની સારવાર સેવામાં ઉપલબ્ધ રહેશે. હોસ્પિટલમાં દાખલ દર્દીને સાવરે નાસ્તો,બપોરે ભોજન,સાંજે નાસ્તો અને રાત્રી ભોજન ફ્રી હોસ્પિટલ તરફથી આપવામાં આવશે. તેમજ આવતા દિવસો માં વધુ ૧૨ બેડની સુવિધા વધારવાની કવાયત હાથ ધરવામાં આવી હોવાનું જણાવી કોડીનાર તાલુકાના લોકોની આરોગ્ય સેવાઓ માટે આર્થિક અનુદાન આપવા માટે દિનુભાઈ સોલંકી,શિવાભાઈ સોલંકી અને કોવિડ હોસ્પિટલ શરૂ કરવા જગ્યા ફાળવવા ખાંડ ઉદ્યોગ અને હોસ્પિટલ તૈયાર કરવા માટે મદદ કરનાર કોડીનાર નગરપાલિકા તેમજ મદદ માટે સાંસદ રાજેશભાઈ ચુડાસમા,પાલિકા ઉપ પ્રમુખ સુભાષભાઈ ડોડીયા, ચેમ્બર પ્રમુખહરિભાઈ વિઠ્ઠલાણી, ખાંડ ઉધોગે ચેરમેન પી.એસ.ડોડીયા, તાલુકા ભા.જ.પ પ્રમુખભગુભાઈ પરમાર,દિલીપભાઈ મોરી,જીશનભાઈ નકવી,નૂરમહમદભાઈ હાલાઈ, રફીકભાઈ કચ્છી અને માનસિંગભાઈ ચૌહાણનો તેમજ સરકારી તંત્રમાં કલેકટર,જિલ્લા અને તાલુકા આરોગ્ય અધિકારીઓ,મામલતદારઅને ચીફ ઓફિસરનો આભાર માન્યો હતો.આ કોવિડ હોસ્પિટલ ઉદ્ઘાટનમાં કોડીનારના સર્વે સમાજના પ્રમુખો તાલુકાના અગ્રણીઓ હાજર રહ્યા હતા.

કોવિડ હોસ્પિટલમાં સારવાર લેવા માટે ગોપાલભાઈ ગોહિલ મો.ન.૭૦૪૬૯૧૫૯૭૫ અને પ્રતાપભાઈ વાળા મો.ન. ૯૨૨૮૮૭૩૪૫૬નો સંપર્ક કરી નામ નોંધાવી નામ નોંધણી થયેલા ક્રમ મુજબ જ દર્દીઓને સારવાર આપવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે કોડીનાર માં કોવિડ હોસ્પિટલ શરૂ થતાં આ વિસ્તારના લોકોને કોવિડ સામે લડવા માટે મોટી રાહત મળશે.

(10:58 am IST)
  • પાંચમીએ ભાજપના મોટા પાયે રાષ્ટ્રવ્યાપી ધરણા પૂર્વે આવતીકાલે ૪ મે થી બે દિવસની પશ્ચિમ બંગાળની મુલાકાતે જે.પી.નડ્ડા દોડયા : ચૂંટણીઓ પુરી થયા પછી પશ્ચિમ બંગાળમાં વ્યાપક હિંસા અને તોફાનોના પગલે ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ જે પી નડ્ડા મંગળવારથી પશ્ચિમ બંગાળની બે દિવસની મુલાકાતે જઇ રહ્યાનું જાણવા મળે છે. access_time 12:06 am IST

  • આઈપીએલના બાકીના મેચો મુંબઈમાં જ રમાશે? : સપ્તાહના અંતિમ આઈપીએલના બાકી રહી ગયેલા મેચો હવે મુંબઈ ખાતે જ રમાડવામાં આવે તેવી શકયતા કોરોનાની મહામારીના પગલે આ નિર્ણય લેવાય તેવી વિચારણા ચાલી રહી હોવાનું જાણવા મળે છે. access_time 10:39 am IST

  • આજે પોરબંદર ઇલેક્ટ્રીક સ્મશાન ગૃહમાં 14 મૃતદેહ ને અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો જેમાં બે કોરોના પોઝિટિવ નો સમાવેશ થાય છે access_time 11:34 pm IST