Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડતા દિવ્યાબેન દોશી મોરબીના ગ્રીન ચોક પાસેથી દંપતીનું ખોવાયેલ પાકીટ પરત આપ્યું

મોરબીના ગ્રીન ચોક નજીક એક દંપતીનું ખોવાયેલ પાકીટ પરત આપી પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું

મોરબીના રહેવાસી લલીતભાઈ ઠાકર અને જશવંતીબેન ઠાકર ગ્રીન ચોક નજીકથી પસાર થતા હોય દરમિયાન તેનું પાકીટ પડી ગયું હતું જે પાકીટમાં વિવિધ બેન્કના એટીએમ કાર્ડ હોય જેથી દંપતી ચિંતાતુર બન્યું હતું જે પાકીટ દિવ્યાબેન હિરેનભાઈ દોશીને મળ્યું હોય અને તેને મૂળ માલિકને પાકીટ પરત સોપ્યું હતું ગ્રીન ચોક પાસેના દફતરી શેરી યુવા ગ્રુપના સભ્યો પણ આ સત્કાર્યમાં જોડાયા હતા અને પાકીટ પરત સોપીને પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે

(1:09 am IST)