Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

મોરબી જીલ્લાના વધુ બે દર્દીના કોરોના રીપોર્ટ નેગેટીવ આવ્યા : તંત્રને રાહત

 

મોરબી જીલ્લો કોરોનામુક્ત જાહેર કરવામાં આવ્યો છે અને એક પોઝીટીવ કેસ આવેલ દર્દી પણ સાજા થઈને પરત આવ્યા છે ત્યારબાદ નવો કોઈ કેસ આવ્યો નથી અને રવિવારે વધુ બે દર્દીના સેમ્પલ લેવાયા હતા જે બંને રીપોર્ટ નેગેટીવ આવ્યા છે

મોરબીમાં મોરબી સિટીના ૨૨ વર્ષના યુવાનને રાજકોટ સિવિલ હોસ્પિટલ અને સરતાનપર ચોકડી પાસે ફેકટરીમાં રહેતા ૩૦ વર્ષના મહિલાને મોરબી સિવિલમાં દાખલ કરીને બંનેના સેમ્પલ લેવાયા હતા જે બંને સેમ્પલ નેગેટીવ આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે

(1:04 am IST)