Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

મોરબીના ગેસ્ટ હાઉસના સ્ટોરરૂમમાં સંતાડેલો પાન ,મસાલા ગુટખા અને બીડીનો જથ્થો ઝડપાયો :બે આરોપીની ધરપકડ

રાજશી દેવજીની દુકાનવાળો સંજય લુવાણા અને સૌરાષ્ટ્ર લોજવાળો હિરેન ભાવસાર પાસેથી 1,10 લાખથી વધુનો મુદામાલ જપ્ત

 

મોરબી : કોરોનાના સંક્રમણને ફેલાતું અટકવાવા માટે છેલ્લા 40 દિવસથી લોકડાઉન છે લોકડાઉનને પગલે પાનમાવા વેચાણ પ્રતિબંધ છે ત્યારે મોરબીના ગેસ્ટ હાઉસના સ્ટોર રૂમમાં પાન મસાલા, ગુટકા, તમાકુ અને બીડીનો જથ્થો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો કરીને બે શખ્શોને ઝડપી મુદામાલ જપ્ત કર્યો છે.

  મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલા અને ડીવાયએસપી રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ ડીવીઝન પીઆઈ આર જે ચૌધરી, પીએસઆઈ બી ડી પરમારની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન રાજશી દેવજી નામની દુકાનવાળા સંજયભાઈ હિમતલાલ લુવાણા તેમજ સૌરાષ્ટ્ર લોજ વાળા હિરેનભાઈ ખોડીદાસ પરાબજારમાં આવેલ સૌરાષ્ટ્ર લોજના ગેસ્ટહાઉસના સ્ટોર રૂમમાં પાનમસાલા, ગુટખા અને બીડીનો જથ્થો રાખી વેચાણ કરતા હોય તેવી બાતમીને આધારે પોલીસે દરોડો કર્યો હતો.જેમાં આરોપી હિરેન ખોડીદાસ ભાવસરા (રહે મોરબી ગ્રીન ચોક )અને સંજય હિમતલાલ પંડિત( રહે મોરબી જુના મહાજન ચોક )ને ઝડપી લઈને માવા, બીડી, સિગારેટ, ગુટખા અને તમાકુનો વેપાર કરતા ઝડપી લઈને કુલ રૂપિયા એક લાખ દશ હજાર ત્રણસો ઓગણસાઇઠ  ની કિમતનો મુદામાલ જપ્ત કર્યો છે.

કામગીરીમાં પી.આઈ. આર. જે. ચૌધરી, પી.એસ.આઈ. બી. ડી. પરમારકિશોરભાઈ મિયાત્રા, શક્તિસિંહ ઝાલારવિરાજસિંહ ઝાલા, અજીતસિંહ પરમાર, જયપાલભાઈ લાવડીયા, નિર્મળસિંહ જાડેજા, રણજીતસિંહ ગઢવી, ભરતભાઈ ખાંભરા સહિતની ટીમ જોડાયેલ હતી

(11:28 pm IST)