Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

જામનગરમાં સામાન્ય બોલાચાલીમાં બે યુવકો પર જીવલેણ હુમલો : પાંચ શખ્સો ધારદાર હથિયાર વડે તૂટી પડ્યા: બંને ઘાયલોને હોસ્પિટલે ખસેડાયા : પોલીસ કાફલો પહોંચ્યો

જામનગરમાં સામાન્ય બોલાચાલીમાં બે યુવકો પર જીવલેણ હુમલો થયાની ઘટના બની છે.જામનગરના વાઘેર વાડા વિસ્તારમાં રાત્રે બે યુવકો પર પાંચ જેટલા શખ્સો એ ધારદાર હથિયારો વડે કર્યો હુમલો કરતા ઘાયલ બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે જી.જી.હોસ્પિટલ ખસેડાયા છે. આ હુમલાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો છે અને વધુ તપાસ હાથ ધરી છે. તસવીરો:કિંજલ કારસરીયા, જામનગર

(10:43 pm IST)