Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

વિદ્યાર્થીઓને શાળાએ બોલાવનારા શિક્ષકો સામે હવે પોલીસ ફરીયાદ

નિયમ ભંગ સામે સચિવ વિનોદ રાવની આકરી ચેતવણી

રાજકોટ : લોધીકા તાલુકાના પારડી ગામની સરકારી શાળાનાં ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓને પ્રશ્નપત્રો ઘરે ઘરે પહોંચાડવાના બદલે શાળાએ બોલાવીને વિતરણ કરવાની ઘટનાના રાજયવ્યાપી પડઘાઃ શિક્ષણ વિભાગનાં સચિવ વિનોદ રાવે ઓડીયો મેસેજ દ્વારા શિક્ષકોને આપી આકરી ચીમકી : લોકડાઉન અને વેકેશનનાં સમયમાં વિદ્યાર્થીઓને શાળાએ બોલાવી ભેગા કરવાની સરકારમાં ગંભીર નોંધ : હવે કોઇ શિક્ષકો નિયમ વિરૂદ્ધ જઇ વિદ્યાર્થીઓને શાળામાં ભેગા કરે તો તેની અંગત જવાબદારી : ભવિષ્યમાં આવા બનાવોમાં જવાબદાર આચાર્ય-શિક્ષકને સસ્પેન્ડ કરી પોલીસ ફરીયાદ દાખલ કરવાની ચીમકી.

(4:17 pm IST)