Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

ગોંડલના ભોજપરામાં પાણીનું ટીપણુ આપવાની ના પાડતા રામજી પર હુમલો

નટુ સોલંકી, વિજય પરમાર અને ચંદુ પરમાર સામે ગુનો

રાજકોટ તા. ૪ : ગોંડલના ભોજપરાની સીમમાં વેરી તળાવ પાસે રહેતા દેવીપૂજક યુવાને પાણીનું પ્લાસ્ટીકનું ટીપણુ આપવાની ના પાડતા ત્રણ શખ્સોએ માર મારતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ ભોજપરા ગામની સીમમાં શાળા સ્વામીની વાડીની બાજુમાં વેરી તળાવ પાસે રામજીભાઇ દેવશીભાઇ પરમાર તથા તેના ઘર પાસે નટુ હરસુર ઉર્ફે હસમુખ સોલંકી, વિજય ધીરૂભાઇ પરમાર અને ચંદુ ધીરૂભાઇ પરમાર રહેતા હોઇ ત્યાં એકાદ વર્ષ પહેલા ગીરધરભાઇ શેઠે ગરીબોને ત્રણ મકાન બાંધી આપેલ ત્યારે બે પાણી ભરવાના પ્લાસ્ટીકના ટીપણા ત્યાં જ રહેવા દીધેલ હોઇ જેમાં એક ટીપણું રામજીભાઇ પરમાર પાસે હોઇ, જે ટીપણું નટુ હરસુર ઉર્ફે હસમુખ સોલંકીના ભાભી લેવા જતા રામજીભાઇએ ટીપણુ આપવાની ના પાડતા મહિલાએ ગાળો આપતા રામજીભાઇએ તેના ઘરે જઇને ગાળો આપવાની ના પાડતા નટુ સોલંકી, વિજય પરમાર અને ચંદુ પરમારે ઢીકાપાટુ તથા લોખંડના સળીયા વડે માર મારતા રામજીભાઇને પગના ભાગે ફ્રેકચર જેવી ઇજા કરી હતી. આ અંગે રામજીભાઇ પરમારે ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા હેડ કોન્સ. પી.કે.સૈનીએ તપાસ આદરી છે.

(2:48 pm IST)