Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

વિંછીયા પંથકમાંથી ગાંજા સાથે પકડાયેલ આરોપીને જામીન પર છોડવા હાઇકોર્ટનો હુકમ

રાજકોટ તા. ૪: ગાંજા સાથે પકડાયેલ વિંછીયા તાલુકાના ગુંદાળા મુકામે રહેતા આરોપીની જામીન અરજી મંજુર કરવાનો રાજયની ગુજરાત હાઇકોર્ટે હુકમ કર્યો હતો.

આ કેસની ટુંકમાં હકીકત એવી છે કે વિંછીયા પોલીસ અધિકારીઓ પેટ્રોલીંગ દરમ્યાન વિંછીયા ખાતે આંબલી ચોકમાં આવતા તેમને ખાનગી બાતમીના રાહે હકીકત મળતા આ કામના આરોપી માદક પદાર્થ ગાંજાનો જથ્થો રાખી છુટક વેચાણ કરવા માટે વિંછીયા આંબલીઆ ચોક ખાતે આવવાનો હોય જેથી પોલીસ અધિકારીઓએ બે રાહદારી પંચોને સાથે રાખી ઉપરોકત શંકાસ્પદ સ્થળે ઉપરોકત આરોપી માદક પદાર્થના જથ્થા સાથે ઝડપાય જતા તેઓની વિરૂધ્ધ વિંછીયા પોલીસ સ્ટેશનમાં ગત તા. ર૬-૦ર-ર૦ર૦ના રોજ એન.ડી.પી.એસ. એકટની કલમ ૮ (સી), ર૦(બી), મુજબનો ગુન્હો નોંધી આ કામના આરોપી વિશાલ ભુપતભાઇ કટેશીયાની અટક કરી કોર્ટમાં રજુ કરવામાં આવેલ હતો.ત્યારબાદ સ્પે. એન.ડી.પી.એસ. કોર્ટે રાજકોટ દ્વારા આરોપીને જયુડીશ્યલ કસ્ટડીમાં મોકલવામાં આવેલ હતો. ત્યારબાદ આ કામના આરોપીઓ વતી રોકાયેલા એડવોકેટ દ્વારા સેશન્સ કોર્ટમાં જામીન અરજી ગુજારવામાં આવતા તે જામીન અરજી નામંજુર થતા જેથી આરોપી વતી રોકાયેલા એડવોકેટ કરેલ દલીલો અને રજુ રાખેલ ગુજરાત હાઇકોર્ટ દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવેલ સિધ્ધાંતો તથા વડી અદાલતના રજુ રાખેલ ચુકાદાઓ ધ્યાનમાં રાખી ગુજરાત હાઇકોર્ટના ઉપરોકત આરોપીને આ ગુન્હાના કામ સબબ જામીન પર મુકત કરવાનો હુકમ ફરમાવેલ હતો.

આ કામમાં આરોપી વિશાલ કટેશીયા વતી એડવોકેટ રણજીત બી. મકવાણા, જીજ્ઞેશ એમ. સભાડ, એમ. એન. સિંધવ, રસીકભાઇ ખોડાણી, અજય જાપડીયા તેમજ ગુજરાત હાઇકોર્ટમાં પ્રતિક વાય. જસાણી રોકાયેલા હતા.

(2:47 pm IST)